હિમા દાસનો 18 દિવસમાં 5મો ગોલ્ડ, 52.09 સેકન્ડમાં જીતી 400 મી. રેસ

હિમા દાસે પોતાનો પ્રથમ ગોલ્ડ 2 જુલાઈના રોજ યુરોપ ટૂર્નામેન્ટમાં જીત્યો હતો. વર્ષની પોતાની પ્રથમ સ્પર્ધામાં હિમાએ 23.65 સેકન્ડમાં 200 મી.ની રેસ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો 
 

હિમા દાસનો 18 દિવસમાં 5મો ગોલ્ડ, 52.09 સેકન્ડમાં જીતી 400 મી. રેસ

નવી દિલ્હીઃ ભારતની યુવા સ્પ્રિન્ટર હિમા દાસે શનિવારે પોતાના નામે વધુ એક ઉપલબ્ધી કરી છે. તેણે યુરોપીય પ્રવાસ દરમિયાન પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાએ ચેક ગણરાજ્યમાં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રી (Nove Mesto nad Metuji Grand Prix)માં મહિલાઓની 400મી સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. હિમાએ આ સ્પર્ધામાં વર્તમાન સીઝનનો શ્રેષ્ઠ સમય બનાવીને આ વિજય મેળવ્યો છે. 18 દિવસમાં હિમા દાસનો આ 5મો ગોલ્ડ મેડલ છે. 

— Chronicles Of Pune (@CommonManOfPune) July 21, 2019

52.09 સેકન્ડમાં જીતી રેસ
હિમા દાસે 52.09 સેકન્ડમાં 400 મી.ની દોડ પુરી કરી હતી. આ સ્પર્ધા સંપૂર્ણપણે ભારતીય સ્પ્રિન્ટર્સના નામે રહી. બીજા સ્થાને પણ ભારતની વી.કે. વિસ્મયા રહી, જે હિમાથી 53 સેકન્ટ પાછળ રહી હતી. વિસ્મયાએ 52.48 સેકન્ડમાં દોડ પુરી કરી હતી. ત્રીજા સ્થાને ગુજરાતની સરિતા ગાયકવાડ રહી, જેણે 53.28 સેકન્ડમાં 400 મી. રેસ પુરી કરી હતી. 

— chetan (@akshaykMartial) July 21, 2019

યુરોપમાં હિમાનો 5 મો ગોલ્ડ મેડલ

  • પ્રથમ ગોલ્ડઃ હિમાએ યુરોપમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં બે જુલાઈના રોજ વર્ષનીપોતાની પ્રથમ સ્પર્ધામાં 200 મી.ની રેસ 23.65 સેકન્ડ સાથે જીતીને ગોલ્ડ જીત્યો હતો. આ રેસ પોલેન્ડમાં યોજાયેલી પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સની હતી. 
  • બીજો ગોલ્ડઃ 8 જુલાઈના રોજ પોલેન્ડમાં યોજાયેલી કુન્ટો એથલેટિક્સ ટૂર્નામેન્ટમાં 200મી.ની રેસમાં 23.97 સેકન્ડ સાથે હિમાએ બીજો ગોલ્ડ જીત્યો હતો. 
  • ત્રીજો ગોલ્ડઃ ક્લાન્દો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં હિમાએ 200 મી.ની રેસ 23.43 સેકન્ટમાં પુરી કરીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. 
  • ચોથો ગોલ્ડઃ 17 જુલાઈના રોજ ટાબોર ગ્રાં પ્રીમાં હિમાએ 23.25 સેકન્ડમાં 200 મી.ની રેસ પુરી કરીને ગોલ્ડ જીત્યો હતો. 
  • પાંચમો ગોલ્ડઃ 21 જુલાઈના રોજ ચેક ગણરાજ્યમાં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રી 400મી સ્પર્ધા 52.09 સેકન્ડ સાથે પુરી કરીને ગોલ્ડ જીત્યો છે. 

— Hima MON JAI (@HimaDas8) July 20, 2019

પુરુષો પણ પાછળ નહીં 
પુરુષોની 200મી. સ્પર્ધામાં મોહમ્મદ અનસે 20.95 સેકન્ડનો સમય કાઢીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. પુરુષોની 400 મી.માં ભારતની નોહ નિર્મલ ટોમે 46.05 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની જ 400 મી.ની વિઘ્ન દોડમાં ભારતના એમ.પી. જાબિરે 49.66 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જિતિન પોલ 51.45 સેકન્ડ સાથે બીજા સ્થાને રહ્યો હતો. 

અનસે અગાઉ જીત્યા ગોલ્ડ 
આ અગાઉ અનસે 17 જુલાઈના રોજ 400 મી.ની સ્પર્ધામાં 45.40 સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. અનસે 13 જુલાઈના રોજ આ જ સ્પર્ધામાં 45.21 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનસે પોલેન્ડમાં પણ પોન્ઝાન એથલેટિક્સ ગ્રાં પ્રી-2019માં 200 મી.ની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news