AUS vs PAK : સ્ટીવ સ્મિથે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, સૌથી ઝડપથી પુરા કર્યા 7000 રન
સ્ટીવ સ્મિથે (Steve Smith) પાકિસ્તાન (Pakistan) સામેની આ ડે-નાઈટ ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સ દરમિયાન 23મો રન લેવાની સાથે જ તેના 7000 રન પુરા થયા હતા. સ્ટીવે આ સાથે જ સૌથી ઝડપથી 7000 રન બનાવનારા ઈંગ્લેન્ડના (England) વોલી (Wally Hammond) હેમન્ડનો 73 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 30 વર્ષના સ્ટીવ સ્મિથે (Steve Smith) પોતાની આ ઈનિંગ્સ(Innings) દરમિયાન ડોન બ્રેડમેનના (Donald Bradman) આંકડાને પણ પાર કર્યો.
Trending Photos
એડિલેડઃ ગજબના ફોર્મમાં ચાલી રહેલી સ્ટીવ સ્મિથે(Steve Smith) વધુ એક વર્લ્ડ રેકોર્ડ (World Record) પોતાના નામે કરી લીધો છે. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં(Test Cricket) સૌથી ઝડપથી રન બનાવનારો ક્રિકેટર(Cricketer) પણ બની ગયો છે. સ્ટીવ સ્મિથે (Steve Smith) આ રેકોર્ડ શનિવારે પાકિસ્તાન(Pakistan) સામેની બીજી ટેસ્ટમાં બનાવ્યો છે. સ્મિથે (Smith) પોતાની 126મી ઈનિંગ્સમાં 7000 રનનો(7000 Runs) આંકડો પુરો કર્યો છે. આ સાથે જ તેણે 73 વર્ષ જુનો રેકોર્ડ(73 Year Old Record) તોડી નાખ્યો છે.
સ્ટીવ સ્મિથે (Steve Smith) પાકિસ્તાન (Pakistan) સામેની આ ડે-નાઈટ ટેસ્ટમાં 36 રન બનાવ્યા હતા. આ ઈનિંગ્સ દરમિયાન 23મો રન લેવાની સાથે જ તેના 7000 રન પુરા થયા હતા. સ્ટીવે આ સાથે જ સૌથી ઝડપથી 7000 રન બનાવનારા ઈંગ્લેન્ડના (England) વોલી (Wally Hammond) હેમન્ડનો 73 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈંગ્લેન્ડના(England) હેમેન્ડે 131મી ઈનિંગ્સમાં 7 હજાર રન પુરા કર્યા હતા.
30 વર્ષના સ્ટીવ સ્મિથે પોતાની આ ઈનિંગ્સ દરમિયાન ડોન બ્રેડમેનના (Donald Bradman) આંકડાને પણ પાર કર્યો. ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેને (Don Bradman) 52 મેચમાં 6996 રન બનાવ્યા હતા. સ્ટીવ હવે 70 ટેસ્ટમાં 7013 રન બનાવી ચૂક્યો છે.
સ્ટીવ સ્મિથે(Steve Smith) 2019માં 6 ટેસ્ટની ઈનિંગ્સમાં 814 રન બનાવ્યા છે. તે ચાલુ વર્ષમાં સૌથી વધુ રન બનાવવા બાબતે બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાના જ માર્નસ લેબુસચેગ્ને (Marnus Labuschagne) આ વર્ષે 829 રન બનાવવા સાથે પ્રથમ નંબરે છે. ભારતનો મયંક અગ્રવાલ (Mayank Agrawal) ત્રીજા નંબરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે