વ્યસ્ત કાર્યક્રમ પર બોલ્યો કોહલી- તે દિવસ દૂર નથી, જ્યારે પ્રેક્ટિસ વગર સીધી મેચ રમવી પડશે
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં રમ્યાના એક સપ્તાહની અંદર ન્યૂઝીલેન્ડમાં રમવા આવેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, ક્રિકેટર હવે તે સ્થિતિની નજીક પહોંચી રહ્યો છે જ્યારે સ્ટેડિયમ પર સીધું ઉતરીને રમવાનું શરૂ કરવું પડશે.
Trending Photos
ઓકલેન્ડઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં રમ્યાના એક સપ્તાહની અંદર ન્યૂઝીલેન્ડમાં રમવા આવેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, ક્રિકેટર હવે તે સ્થિતિની નજીક પહોંચી રહ્યો છે જ્યારે સ્ટેડિયમ પર સીધું ઉતરીને રમવાનું શરૂ કરવું પડશે. ભારત પાંચ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે. તેના પાંચ દિવસ પહેલા જ ભારતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ પૂરી થઈ છે.
કોહલીએ પહેલી ટી20 પૂર્વે કહ્યું, 'હવે અમે તે સ્થિતિની નજીક પહોંચી રહ્યાં છીએ કે સીધુ સ્ટેડિયમ પર લેન્ડિંગ કરવીને રમવું પડશે. કાર્યક્રમ એટલો વ્યસ્ત થઈ ગયો છે પરંતુ આટલી યાત્રા કરીને અલગ ટાઇમ ઝોન વાળા દેશમાં આવીને સીધુ સેટ થવું સરળ નથી.' તેણે કહ્યું, 'મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આવું છે જ્યાં સતત રમવું પડે છે.'
કોહલીએ કહ્યું, 'ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાછલી સિરીઝ વનડે હતી તો અમે મેદાન પર ઘણો સમય રહ્યાં. તેની પહેલા કેટલિક ટી20 મેચ રમી. છેલ્લી ત્રણ મેચ ટી20 નહતી તો અમારા માટે અહીં રમવું સરળ રહેશે.' તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટરોને બીજા દેશની જેમ માથા પર બેસાડવામાં આવતા નથી જેથી અહીં રમવું મુશ્કેલભર્યું હોય છે.
ટીમ ઇન્ડિયાને મળવા જઇ રહ્યો છે બીજો સહેવાગ, સિક્સર સાથે પૂર્ણ કરી ત્રેવડી સદી
તેણે કહ્યું, 'ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રાહત મળે છે. દરેક પ્રવાસ પર તેનો નમૂનો મળે છે કે ત્યાં ક્રિકેટનું શું દરજ્જો છે. અહીં તેને કામની જેમ લેવામાં આવે છે. આ જીવનનું સૌથી મોટું પાસું નથી અને ન તેને વધુ મહત્વ આપવામાં આવે છે. આ કીવી સંસ્કૃતિનો ભાગ છે અને આ એક રમત જ છે.' પરંતુ વિરાટે કહ્યું, 'કીવી ટીમ પણ દરેક મેચ જીતવાના ઈરાદાથી ઉતરે છે. બધુ સંતુલિત છે અને અહીં રમવું ખુબ સારૂ લાગે છે. કીવી ખેલાડી શાંત અને પ્રોફેશનલ રહે છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે