IPL 2022: ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ 11 વર્ષ પછી કરી હતી IPL માં વાપસી, પણ હવે કરિયર પર જોખમ

 ગુજરાતે 9 મેચમાંથી ફક્ત એક જ મેચમાં હારનો સામનો કર્યો છે અને હાલ 16 અંક સાથે તે સૌથી ટોપ પર છે. પરંતુ આ બધા વચ્ચે ગુજરાત ટાઈટન્સ ટીમનો એક ખેલાડી ખુબ ચર્ચામાં છે કારણ કે આ ખેલાડી લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો હતો પણ હવે વળી પાછી તેની આઈપીએલ કરિયર દાવ પર લાગી ગઈ છે. 

IPL 2022: ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ 11 વર્ષ પછી કરી હતી IPL માં વાપસી, પણ હવે કરિયર પર જોખમ

IPL 2022: આઈપીએલની સીઝન 15માં જો સૌથી વધુ ચર્ચા હોય તો નવી નવેલી આવેલી ગુજરાત ટાઈટન્સ ટીમની છે. આઈપીએલની આ સીઝનની સૌથી મજબૂત ટીમ તરીકે તે ઉભરી આવી છે. ગુજરાતે 9 મેચમાંથી ફક્ત એક જ મેચમાં હારનો સામનો કર્યો છે અને હાલ 16 અંક સાથે તે સૌથી ટોપ પર છે. પરંતુ આ બધા વચ્ચે ગુજરાત ટાઈટન્સ ટીમનો એક ખેલાડી ખુબ ચર્ચામાં છે કારણ કે આ ખેલાડી લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો હતો પણ હવે વળી પાછી તેની આઈપીએલ કરિયર દાવ પર લાગી ગઈ છે. 

અહીં જે ખેલાડીની વાત કરવામાં આવી છે તે છે મેથ્યુ વેડ. વેડ લાંબા સમય બાદ આઈપીએલમાં પાછો ફર્યો છે અને ગુજરાત ટાઈટન્સની ટીમ સાથે જોડાયો છે. પણ હાલ જો જોઈએ તો તેનું જોઈએ તેવું ફોર્મ જોવા મળ્યુ નથી જેના કારણે અહીં પણ તે સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. હાલ વેડની જગ્યા ભારતીય ખેલાડી ઋદ્ધિમાન સાહાએ લીધી છે. વેડને આ સીઝનમાં પહેલી 5 મેચમાં જગ્યા મળી હતી પણ તે જોઈએ તેવું પ્રદર્શન કરી શક્યો નહીં અને ફક્ત 68 રન કર્યા. હવે લાગે છે કે ટીમમાં વાપસી તેના માટે મુશ્કેલ બની રહેશે. વેડની આઈપીએલ કરિયર ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. 

અત્રે જણાવવાનું કે મેથ્યુ વેડને આ વખતે યોજાયેલી આઈપીએલની હરાજીમાં ગુજરાત ટાઈટન્સની ટીમે 2.40 કરોડ ખર્ચીને સ્ક્વોડમાં સામેલ કર્યો હતો. આ અગાઉ વેડને કોઈ પૂછતું નહતું પરંતુ 2021માં તેણે પાકિસ્તાન સામે જે રીતે રમત દેખાડી અને પોતાની ટીમને જીતાડીને ટી20 વર્લ્ડ  કપના ખિતાબ સુધી લઈ ગયો તેનાથી તે ચર્ચામાં આવી ગયો હતો. તેણે સેમીફાઈનલમાં સતત 3 છગ્ગા ફટકારીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. 

11 વર્ષ બાદ આઈપીએલમાં વાપસી
વેડે આ આઈપીએલ સીઝનના 11 વર્ષ પહેલા પોતાની છેલ્લી આઈપીએલ રમી હતી. વેડ છેલ્લે 2011માં આઈપીએલમાં રમ્યો હતો. ત્યારબાદ આ ખેલાડી એક દાયકા જેટલો સમય લીગમાંથી ગાયબ રહ્યો. હવે એવું લાગે છે જે પ્રકારનું તેનું હાલનું ફોર્મ છે તે જોતા તેની આઈપીએલ કરિયર પર પૂર્ણ વિરામ મૂકાઈ શકે છે. તેના માટે 2011ની આઈપીએલ પણ કઈ ખાસ નહતી. તે ફક્ત 3 મેચ રમી શક્યો હતો. ત્યારે તેણે 22 જેટલા રન જ કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news