Team India: BCCI એ અચાનક બદલી દીધો ટી20 ટીમનો કેપ્ટન? શ્રીલંકા સીરીઝ પહેલાં થશે મોટી જાહેરાત

Indian Cricket Team: બીસીસીઆઇ જલદી જ ટીમ ઇન્ડીયાના નવા ટી20 ટીમના કેપ્ટનની જાહેરાત કરી શકે છે. શ્રીલંકા વિરૂદ્ધ રમાનારી ટી20 સીરીઝ પહેલાં આ મોટો નિર્ણય લઇ શકાય છે. 

Team India: BCCI એ અચાનક બદલી દીધો ટી20 ટીમનો કેપ્ટન? શ્રીલંકા સીરીઝ પહેલાં થશે મોટી જાહેરાત

Team India New T20 Captain: બીસીસીઆઇ મંગળવારે (27 ડિસેમ્બર) ના રોજ શ્રીલંકા વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. ચેતન શર્માના નેતૃત્વવાળી બરતરફ કરાયેલી પસંદગી સમિતિ જ સીરીઝ માટે ટીમ ઇન્ડીયાના સ્ક્વોડની જાહેરાત કરવાની છે. આ પસંદગી સમિતી ટીમની જાહેરાત સાથે સાથે ટી20 ટીમના નવા કેપ્ટનની પણ જાહેરાત કરી શ્કે છે. 

આ ખેલાડીને મળશે ટી20 ટીમની જવાબદારી
ઇનસાઇડ સ્પોર્ટના રિપોર્ટ્સ અનુસાર બીસીસીએઆઇ 27 ડિસેમ્બરના રોજ હાર્દિક પંડ્યાને સત્તાવાર રીતે ટી20ના નવા કેપ્ટન બનાવી શકે છે. હાર્દિક પંડ્યાને આગામી ટી20 વર્લ્ડકપ સુધી ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. બીસીસીઆઇના એક ટોચના સ્ત્રોતએ ઇનસાઇડ સ્પોર્ટને જણાવ્યું કે 'ભારતના નવા ટી20 કેપ્ટનના રૂપમાં હાર્દિક પંડ્યાના ઉત્થાનનો સમય આવી ગયો છે. હાલની ટીમમાં રોહિત અને ઘણ અન્ય ખેલાડીઓને 2024 સુધી રહેવાની સંભાવના નથી. 

કેપ્ટન રોહિતની થઇ શકે છે છુટ્ટી
35 વર્ષના રોહિત શર્માની કેપ્ટનશિપ ટી20 વર્લ્ડકપની હાર બાદથી જ ખતરામાં છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત આ વર્ષે એશિયા કપ 2022 ની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું, જેમાં તેમનો જોરદાર રેકોર્ડ છે. એવામાં રોહિત શર્માનું ટી20 ટીમના કેપ્ટન રહેવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે. 

રોહિતની ઇજાને લઇને આવ્યું મોટું અપડેટ
રોહિત શર્મા શ્રીલંકાના વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝથી ટીમમાં વાપસી કરી શકે છે. તેમણે કહ્યું કે રોહિતને અત્યારે 100 ટકા ફિટ થવાનું છે જ્યારે ઇજાની વાત કરવામાં આવે છે તો અમે કોઇ જોખમ ઉપાડવા માંગતા નથી. જાડેજા અને બુમરાહ એનસીએમાં પરત આવી ગયા છે. તેમનું પૂર્વાનુમાન સારું છે. જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે છે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ વનડેમાં કામના બોજાને જોતાં આ સ્વભાવિક છે કે તે વનડેમાં વાપસી કરશે. ટી20 હાલ અમારું ફોકસ નથી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news