Hardik Pandya Wedding: 7 ફેરા નહીં, ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી થયા હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્ન, જુઓ ફોટો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ ઉદયપુરમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતા. 

Hardik Pandya Wedding: 7 ફેરા નહીં, ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી થયા હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્ન, જુઓ ફોટો

ઉદયપુરઃ Hardik pandya Marriage Pics: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લગ્ન કર્યાં છે. ઉદયપુરમાં હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યાં છે. ક્રિકેટર અને તેની મોડલ-અભિનેત્રી પત્નીનો એક વિશેષ વેલેન્ટાઈન ડે સમારોહ હતો જે તેણે પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે મનાવ્યો છે.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એકવાર ફરી લગ્ન કરી લીધા છે, ખાસ વાત એ છે કે બીજા લગ્ન વખતે પણ તેની દુલ્હન છે. તેણે નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ હતા.

તે પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પરંપરાગત વ્હાઇટ મેરેજ હશે અને તે એવું જોવામાં આવ્યું છે. બંનેએ પોતાના લગ્નની પસંદગીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં નતાશા સફેદ ગાઉનમાં સુંદર લાગી રહી હતી, જ્યારે હાર્દિક બ્લેક સૂટમાં પોઝ આપતો જોવા મળ્યો હતો.

નતાશા સર્બિયાની રહેવાસી છે, તેથી બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવા સંમતિ આપી અને ફરી એકવાર એકબીજાને સાથે જીવવાનું અને મરવાનું વચન આપ્યું. ખાસ વાત એ છે કે બંનેના લગ્નમાં તેમના 2 વર્ષના પુત્રએ પણ ભાગ લીધો હતો.

ખરેખર, એવા સમાચાર છે કે 2020 માં, નતાશા અને હાર્દિકે ખૂબ જ ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. જેમાં ઘરના લોકો જ સામેલ હતા. પરંતુ હવે કોવિડથી સ્થિતિ સુધર્યા બાદ બંનેએ ભવ્ય લગ્નનો પ્લાન બનાવ્યો અને તેના માટે ઉદયપુરની પસંદગી કરી.

બંને 3-4 વર્ષ પહેલા નાઈટ ક્લબમાં મળ્યા હતા અને ત્યાંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. ડેટિંગ કર્યા પછી, હાર્દિકે 2020 માં નતાશાને ઘૂંટણિયે પ્રપોઝ કર્યું, ત્યારબાદ તેમના લગ્નના સમાચાર આવ્યા અને પછી બંનેને એક પુત્રનો જન્મ થયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news