હાર્દિક પંડ્યા માટે ખતરાની ઘંટડી વાગી, ટીમ ઈન્ડિયામાં વાપસીનો રસ્તો ઘણો મુશ્કેલ બન્યો
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. પરંતુ હવે હાર્દિક પંડ્યા માટે વાપસીનો માર્ગ ખુબ મુશ્કેલ બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ T20 World Cup 2024: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમમાં ક્યારે વાપસી કરશે તે સવાલનો જવાબ સ્પષ્ટ રીતે મળી રહ્યો નથી. હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. હાર્દિક પંડ્યા ફિટનેસ પર ખુબ કામ પણ કરી રહ્યો છે, પરંતુ તે સ્પષ્ટ થઈ રહ્યું નથી કે તે મેદાન પર વાપસી ક્યારે કરશે. એટલું જ નહીં શિવમ દુબેએ જે પ્રકારનું ફોર્મ દેખાડ્યું છે તેનાથી પંડ્યાની જગ્યા પર ખતરો પણ ઊભો થઈ ગયો છે.
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ શુવમ દુબે પર દાવ લગાવ્યો છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાઈ રહેલી ટી20 સિરીઝમાં શિવમ દુબેનું ફોર્મ કમાલનું રહ્યું છે અને તેણે બંને મેચમાં અણનમ અડધી સદી પટકારી છે. આ પરફોર્મંસની સાથે તે ચર્ચા પણ ચાલી રહી છે કે બીસીસીઆઈ હવે શિવમ દુબેને સેન્ટ્રલ કોન્સ્ટ્રાક્ટ આપવા પર વિચાર કરી રહ્યું છે. જો આમ થાય છે અને આઈપીએલમાં પણ શિવમ દુબેનું સારૂ ફોર્મ જોવા મળશે તો ટી20 વિશ્વકપમાં તેના રમવાની સંભાવના વધી જશે.
રોહિત શર્માની થઈ વાપસી
તો હાર્દિક પંડ્યાએ નેટ્સ પર વાપસી કરી લીધી છે. પરંતુ તેમ માનવામાં આવી રહ્યું છે કે મેદાન પર હાર્દિકની વાપસી આઈપીએલ દરમિયાન થશે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જો હાર્દિક પંડ્યા શરૂઆતી મેચોમાં બહાર રહે છો તો પછી ટીમની કમાન કોણ સંભાળશે તે સવાલ હજુ યથાવત છે.
બીસીસીઆઈએ પરંતુ હાર્દિક પંડ્યાની ઈજાની સમસ્યા જોતા બેકઅપ પ્લાન તૈયાર કરી લીધો છે. 14 મહિના બાદ રોહિત શર્માની ટી20 ટીમમાં વાપસી થઈ છે. રોહિત પ્રથમ બે મેચમાં બેટથી કમાલ ન કરી શક્યો. પરંતુ રોહિતની પાસે ખુદને સાબિત કરવા માટે આઈપીએલ બાકી છે. જો રોહિત શર્મા આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરે તો તે ટી20 વિશ્વકપમાં ટીમની કમાન સંભાળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે