વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર આફ્રિકી બોલર બન્યો ઇમરાન તાહિર

સાઉથ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરે પોતાની ટીમ માટે વધુ એક ખાસ સિદ્ધિ હાસિલ કરી છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ઉતરેલા તાહિરે જ્યારે મેચમાં પોતાની બીજી વિકેટ ઝડપી તો તે વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ (39) ઝડપનાર બોલર બની ગયો છે.
 

Trending Photos

વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર આફ્રિકી બોલર બન્યો ઇમરાન તાહિર

લંડનઃ સાઉથ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરે પોતાની ટીમ માટે વધુ એક ખાસ સિદ્ધિ હાસિલ કરી છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ઉતરેલા તાહિરે જ્યારે મેચમાં પોતાની બીજી વિકેટ ઝડપી તો તે વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તાહિરની વિશ્વકપમાં આ 39મી વિકેટ છે. ઇમામ ઉલ હકને આઉટ કર્યા બાદ તેણે આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડને પાછળ છોડી દીધો છે. હવે તે વિશ્વ કપમાં સર્વાધિક વિકેટ ઝડપનાર પ્રથમ આફ્રિકી બોલર છે. 

ઇમરાન તાહિરે હમવતન એલન ડોનાલ્ડને પાછળ છોડ્યો
એટલું જ નહીં 40 વર્ષીય ઇમરાન તાહિરે આફ્રિકી બોલરોમાં સૌથી ઝડપી 39 વિકેટ પોતાના નામે કરી છે. પોતાનો ત્રીજો વિશ્વ કપ (2011-2019) રમી રહેલા તાહિરે પોતાની 20મી વિશ્વ કપ મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી, જ્યારે આ પહેલા ડોનાલ્ડે (1992-2003)એ ચાર વિશ્વ કપમાં 25 મેચ રમીને 38 વિકેટ પોતાના નામે કરી હતી. આ યાગીમાં આફ્રિકાનો ત્રીજો બોલર શોન પોલક (1996-2007) છે. પોલકે 4 વિશ્વકપમાં 31 મેચ રમીને 31 વિકેટ પોતાના નામે કરી છે. 

વિશ્વ કપમાં મૈક્ગ્રાના નામે છે સર્વાધિક વિકેટ
વિશ્વ કપમાં ઓવરઓલ સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મૈક્ગ્રાના નામે છે. મૈક્ગ્રા  (1996-2007)એ 4 વિશ્વકપમાં 39 મેચ રમીને વિશ્વમાં સૌથી વધુ 71 વિકેટ પોતાના નામે કરી છે. ત્યારબાદ શ્રીલંકાના મુથૈયા મુરલીધરને (1996-2011) 5 વિશ્વકપમાં 40 મેચ રમીને 68 વિકેટ પોતાના નામે કરી છે. 

ભારત માટે ઝહીર ખાનના નામે છે સર્વાધિક વિશ્વ કપ વિકેટ
આ યાદીમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર વસીમ અકરમ ત્રીજા સ્થાન પર છે. અકરમ (1987-2003)એ 5 વિશ્વકપમાં 38 મેચ રમીને 55 વિકેટ પોતાના નામે કરી હતી. વિશ્વ કપમાં ભારત માટે સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો ફાસ્ટ બોલર ઝહીર ખાનનું નામ આવે છે. પોતાના કરિયરમાં 3 વિશ્વ કપ રમનાર ઝહીર (2003-2011)એ 23 મેચોમાં 44 વિકેટ પોતાના નામે કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news