IND VS ENG: ચોથી ટેસ્ટમાં ટીમમાં થશે મોટા ફેરફાર, આ ખેલાડીઓને કરાશે બહાર
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરમજનક પરાજય બાદ હવે ચોથી ટેસ્ટમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ સલાહ આપી છે કે અશ્વિન અને શાર્દુલને ચોથી ટેસ્ટમાં તક આપવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝ હવે 1-1થી બરોબર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે એક ઈનિંગ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે ચોથી ટેસ્ટ મેચમાં પોતાની ભૂલનું પુનરાવર્તન કરવા ઈચ્છશે નહીં.
રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ ન કરવાનો કોહલીના નિર્ણયની ખુબ આલોચના થઈ હતી. પરંતુ હવે ચોથી ટેસ્ટમાં અશ્વિનની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી પાક્કી છે.
આ દિગ્ગજોએ અશ્વિનને રમાડવાની સલાહ આપી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી બ્રેડ હોગે ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવાની સલાહ આપી છે. હોગે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો અને ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે. હોગને એક યૂઝરે પૂછ્યુ કે ચોથી ટેસ્ટ મેચમાં આર અશ્વિન અને શાર્દુલ ઠાકુર રમશે.
હોગને લાગે છે કે આર અશ્વિન જાડેજાને રિપ્લેસ કરશે. તેના અનુસાર અશ્વિન નંબર-7 પર બેટિંગ કરી શકે છે અને શાર્દુલ ઠાકુર નંબર-8 પર આવી શકે છે.
જાડેજા ઈજાગ્રસ્ત, 2 ટેસ્ટ રમવા પર સસ્પેન્સ
32 વર્ષીય ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા લીડ્સ ટેસ્ટના બીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે હોસ્પિટલમાં સ્કેન કરાવવા પહોંચ્યો હતો, તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો, ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમમાં વાપસી કરવા તૈયાર આ બે દમદાર ખેલાડી
ચોથી ટેસ્ટમાં જાડેજાના રમવા પર શંકા છે. જાડેજાની ઈજા વધુ ગંભીર હશે તો તે આગામી બે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તો લંડનના ઓવલમાં રમાનારી ચોથી અને ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચાં અશ્વિનને તક મળી શકે છે.
ઈશાંત થશે બહાર!
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું પ્રદર્શન ત્રીજી ટેસ્ટ મેચમાં ખરાબ રહ્યું છે. ઈશાંતને મેચમાં એકપણ વિકેટ મળી નહીં. આ સિવાય તેણે 4ની એવરેજથી રન આપ્યા હતા. ઈશાંતની ફિટનેસને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ ઈશાંતને બહાર બેસાડી શાર્દુલ ઠાકુરને તક આપી શકે છે.
ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય
હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ ઈનિંગ અને 76 રને પરાજયનો સામનો કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 432 રન બનાવી 354 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતની સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે