Indian Cricket: ટીમ ઈન્ડિયામાંથી અચાનક બહાર થયો આ ખેલાડી, દિલ્હી ટેસ્ટ પહેલા મેનેજમેન્ટે કર્યો રિલીઝ
IND vs AUS 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. સિરીઝની બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં 17 ફેબ્રુઆરીથી રમાશે. આ પહેલા ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા એક ખેલાડીને રિલીઝ કરી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Jaydev Unadkat Released, Delhi Test : ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. અનુભવી ઓપનર રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ ઈનિંગ અને 132 રનથી જીતી હતી. હવે સિરીઝની બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાવાની છે. આ પહેલા ટીમ મેનેજમેન્ટે ભારતીય ક્રિકેટ ફેન્સને મોટો ઝટકો આપતા એક ખેલાડીને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.
17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં બીજી ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મુકાબલા પહેલા બીસીસીઆઈએ એક ખેલાડીને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ છે. પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદ કરેલી બે ટેસ્ટ માટેની ટીમમાં તેને જગ્યા આપી હતી. પરંતુ નાગપુર ટેસ્ટમાં ઉનડકટ બહાર બેઠો હતો.
પ્લેઇંગ 11માં જગ્યા મળવી મુશ્કેલ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝના બીજા મુકાબલા પહેલા બીસીસીઆઈએ મોટો નિર્ણય કર્યો અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. દિલ્હીમાં રમાનાર બીજા મુકાબલા માટે ટીમમાં તેનું નામ હતું પરંતુ પ્લેઇંગ 11માં તેની જગ્યા મુશ્કેલ લાગી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની સહમતિ બાદ જયદેવને રિલીઝ કરવામાં આવ્યો છે. હવે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમશે.
રણજી ટ્રોફીમાં રમશે જયદેવ
31 વર્ષના જયદેવને રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્ર તરફથી રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો છે. તે સૌરાષ્ટ્રની ટીમની કમાન સંભાળતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં નામ આવ્યા બાદ જયદેવે પોતાની રણજી ટીમનો સાથ છોડ્યો હતો. નોંધનીય છે કે સૌરાષ્ટ્રની ટીમે રણજી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 16 ફેબ્રુઆરીથી ઈડન ગાર્ડનમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ફાઇનલ રમાશે.
12 વર્ષ બાદ મળ્યું હતું ટેસ્ટ ટીમમાં જગ્યા
જયદેવે વર્ષ 2010માં ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. પરંતુ ત્યારે તેને એક મેચમાં તક આપી બહાર કરી દેવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2022માં આશરે 12 વર્ષ બાદ જયદેવને બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં તક મળી હતી. તેણે મીરપુરમાં પોતાના કરિયરની બીજી ટેસ્ટ રમી હતી. જયદેવે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 2 ટેસ્ટ, 7 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે