INDvsAUS : ભારતે 622/7ના સ્કોર પર કર્યો દાવ ડિકલેર, ઓસ્ટ્રેલિયાના 24 રન
બીજા દિવસે લંચ સુધીમાં ભારતીય ટીમે હનુમા વિહારીની વિકેટ ગુમાવી, જ્યારે પુજારા બેવડી સદી તરફ સતત આગેકુચ
Trending Photos
સિડની : ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટમાં 600થી વધારે રન બનાવી દીધા છે. ઋષભ પંતે તેની કેરિયરની બીજી ટેસ્ટ સદી બનાવી દીધી છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આ તેની પહેલી સદી છે. જયારે જાડેજા સદી બનાવતા ચૂકી ગયો છે. જાડેજા 81 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે જ ભારતે દાવ ડિકલેર કર્યો હતો ત્યારે ભારતનો સ્કોર 622/7 હતો. બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 24 રન ફટકાર્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ ટેક્સ મેચનાં બીજા દિવસે લંચ સુધીમાં ભારતીય ટીમની સ્થિતી મજબુત થઇ ગઇ. પહેલું સત્ર પુર્ણ થતા સુધીમાં જ ભારતીય ટીમે ઇન્ડિયાએ ચેતેશ્વર પુજારાની શાનદાર બેટિંગનાં દમ પર પાંચ વિકેટનાં નુકસાન પર 389 રન બનાવ્યા હતા. પુજારા 181 રન બનાવીને અણનમ રહે જ્યારે ઋષભ પંતે પણ 24 રનની રમત રમી હતી. લંચ સુધીમાં ભારતીય ટીમને 5મી વિકેટ હનુમા વિહારી (42)નાં સ્વરૂપે પડી હતી ભારત 389/5 (117 ઓવર)
ચેતેશ્વર પુજારાની શાનદાર બેટિંગ ચાલુ રહી અને તેણે પહેલા સત્રમાં જ પોતાનાં 175 રન પુરા કર્યા. 115 ઓવરમાં પુજારાએ 325 બોલમાં પોતાનાં 175 રન પુરા કર્યા જેમાં 20 ચોક્કાનો પણ સમાવેશ થાય છે. ભરત 380/5 (115 ઓવર)
પહેલા સત્રની 12મી ઓવરમાં ભારતીય ટીમને 5મું નુકસાન થયું. નાથન લોયને હનુમા વિહારીને 42નાં સ્કોર પર માર્નસ લેબુશેનનાં હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન ભેગો કર્યો હતો. ભારત 329/5 (102 ઓવર)
પુજારાએ 150 રન પુરા
પુજારાએ રમતનાં 102મી ઓવરમાં પોતાનાં 150 રન પુરા કર્યા હતા. પુજારાએ પાંચમા એવા બેટ્સમેન છે જેને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 150થી વધારે રન બનાવ્યા હોય. પુજારાનાં 150 રન સાથે જ વિહારી અને પુજારાની 100 રનની ભાગીદારી પણ પુર્ણ થઇ ગઇ. ભારત 328/4 (102 ઓવર)
પહેલી 10 ઓવરમાં ચેતેશ્વ પુજારા (142) અને હનુમા વિહારી (42)મજબુત ડિફેન્સ દેખાડ્યું અને ઓવરોમાં માત્ર 16 રન બનાવ્યા પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડ અને પેંટ કમિન્સને વિકેટ ઝડપવા નહોતી દીધી. આ પ્રકારે ભારતીય ટીમનાં 100 ઓવર સુધીમાં 4 વિકેટ જ રહી ભારત 317/4 (100 ઓવર)
ચેતેશ્વર પુજારા પહેલા જ બોલથી સહજ જોવા મળ્યો તો હનુમા વિહારીએ ઓસ્ટ્રેલિયન પેસર્સ, ખાસ કરીને જોશ હેઝલવુડને પરેસાન કર્યો. વિહારીએ દિનનો પહેલો રન લેવા માટે 26 બોલ સુદી રાહ જોઇ, પરંતુ તે મજબુત ડિફેન્સ સાથે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. 314/4 (95 ઓવર).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે