પાકિસ્તાનને અલગ કરી દેવું જોઈએ, જેમ આફ્રિકા સાથે કરવામાં આવ્યું હતું
પુલવામા આતંકી હુમલા બાદ ઓલ્ડ ટ્રૈફર્ડમાં ભારતે 16 જૂને પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપ ગ્રુપ લીગ મેચના બહિષ્કાર કરવાની માગ કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રશાસકોની સમિતિ (સીઓએ) પ્રમુખ વિનોદ રાયે રવિવારે કહ્યું કે, રમત સમુદાયે પાકિસ્તાનને તે રીતે અલગ કરી દેવું જોઈએ કારણ કે તે આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેમ દક્ષિણ આફ્રિકાને રંગભેદ નીતિને કારણે આંકરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.
પુલવામા આતંકી હુમલા બાદ ઓલ્ડ ટ્રૈફર્ડમાં ભારતના 16 જૂને પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપ ગ્રુપ લીગ મેચના બહિષ્કારની માગ કરવામાં આવી રહી છે. બીસીસીઆઈ પહેલા જ પત્ર લખીને આઈસીસીને આગ્રહ કરી ચુક્યું છે કે, તમામ રાષ્ટ્રોએ આવા દેશો સાથે સંબંધ તોડી દેવો જોઈએ જે આતંક ફેલાવી રહ્યું છે. પરંતુ ભારતના પૂર્વ કંટ્રોલર અને ઑડિટર જનરલ ઈચ્છે છે કે તેને માત્ર એક મેચની દ્રષ્ટિએ નહીં પરંતુ મોટા પરિદ્રષ્યથી જોવું જોઈએ કારણ કે, એવી પણ સંભાવના બની શકે છે કે ભારતની તેની સાથે સેમીફાઇનલ કે ફાઇનલમાં ટક્કર થઈ શકે.
રાયે કહ્યું, જો અમે વિશ્વકપમાં પાકિસ્તાન સાથે ન રમીએ તો અમે અમારા પગ પર કુહાડી મારીશું. અમારો ઉદ્દેશ પાકિસ્તાનને ક્રિકેટ રમતા દેશ તરીકે પ્રતિબંધિત કરવાનો છે. તેણે કહ્યું, હું પહેલા પણ કહી ચુક્યો છું કે તમામ ક્રિકેટ રમતા દેશોએ તેની સાથે સંબંધ તોડી નાખવો જોઈએ.
રાયે દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આપ્યું, જેને 1970થી 1991 સુધી રંગભેદની નીતિને કારણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, મારૂ માનવું છે કે, પાકિસ્તાનની સાથે કંઇક આ પ્રકારનું થવું જોઈએ. તેને તમામ પ્રકારની રમત ગતિવિધિઓથી પ્રતિબંધિત કરી દેવું જોઈએ જેવું આફ્રિકા સાથે થયું હતું.
સીઓએ પ્રમુખે કહ્યું કે, આ મામલાને સત્તાવાર રૂપે દુબઈમાં યોજાનારી આઈસીસીની મુખ્ય કાર્યકારીની બેઠકમાં રાખવામાં આવશે. આ મુદ્દો એજન્ડાનો ભાગ ન હતો પરંતુ હવે બીસીસીઆઈએ સત્તાવાર રીતે પત્ર લખ્યો છે અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે