IND vs PAK: કોહલી-રાહુલની શાનદાર સદી, ભારતે પાકિસ્તાનને જીત માટે આપ્યો 357 રનનો ટાર્ગેટ
Asia Cup 2023: એશિયા કપમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે. બંનેએ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી છે. બંનેની સદીની મદદથી ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે.
Trending Photos
કોલંબોઃ એશિયા કપ-2023ના સુપર-4 મુકાબલામાં ભારતીય ટીમે વરસાદ રહીત મેચમાં જીત માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે આજે 24.1 ઓવર બાદ પોતાની ઈનિંગ આગળ રમવાની શરૂ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 2 વિકેટે
356 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 94 બોલમાં 9 ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 122 અને રાહુલે 106 બોલમાં 12 ચોગ્ગા અને બે સિક્સ સાથે અણનમ 106 રન ફટકાર્યા છે. કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી અણનમ રહ્યો હતો. બંને વચ્ચે 194 બોલમાં 233 રનની ભાગીદારી થઈ હતી.
કેએલ રાહુલ અને વિરાટ કોહલીનો ધમાકો
પાકિસ્તાન સામે એશિયા કપના સુપર-4 મુકાબલામાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ધમાકો કર્યો હતો. ઈજા બાદ વાપસી કરી રહેલા કેએલ રાહુલે ધમાકેદાર અંદાજમાં પોતાની સદી ફટકારી હતી. રાહુલે 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની છઠ્ઠી સદી છે. વિરાટ કોહલી 94 બોલમાં 9 ફોર અને ત્રણ સિક્સ સાથે 122 રન બનાવી અણનમ રહ્યો હતો.
વિરાટ કોહલીના કરિયરની 47મી વનડે સદી
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પણ વિશ્વકપ પહેલા કમાલ કરી દીધો છે. કોહલી પાકિસ્તાન સામે એશિયા કપની ગ્રુપ મેચમાં સસ્તામાં આઉટ થયો હતો. પરંતુ આજે તેણે પાકિસ્તાનના બોલરોનો આક્રમક અંદાજમાં સામનો કર્યો હતો. વિરાટ કોહલીએ માત્ર 84 બોલમાં છ ફોર અને બે સિક્સ સાથે પોતાના વનડે કરિયરની 47મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન વનડે કરિયરમાં 13 હજાર રન પણ પૂરા કર્યા હતા. કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં 13 હજાર રન બનાવવાની સિદ્ધિ મેળવી છે.
ઓપનરોએ ભારતને અપાવી હતી મજબૂત શરૂઆત
ભારતીય ટીમને આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ મળ્યું હતું. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ ઓવરથી જ પાકિસ્તાનના સ્ટાર બોલરો સામે ફટકાબાજી શરૂ કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ 10 ઓવરમાં 61 રન ફટકારી દીધા હતા. રોહિત શર્મા 49 બોલમાં 6 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે