India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જોવા મળશે ટેસ્ટ મેચ, એમસીસીએ શરૂ કરી તૈયારી

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007માં છેલ્લે ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યારબાદ વનડે અને ટી20 મેચ તો રમાઈ છે પરંતુ ફેન્સ બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચ જોવા ઈચ્છે છે. આ મુકાબલો ઓસ્ટ્રેલિયામાં રમાઈ શકે છે. 

Trending Photos

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જોવા મળશે ટેસ્ટ મેચ, એમસીસીએ શરૂ કરી તૈયારી

મેલબોર્નઃ ભારત અને પાકિસ્તાન  (IND vs PAK) વચ્ચે આ વર્ષે ટી20 વિશ્વકપ દરમિયાન રમાયેલી મેચની સફળતાને જોતા મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) આ બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચની યજમાની કરવા ઈચ્છે છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) નું મેનેજમેન્ટ જોનારી એમસીસી અને વિક્ટોરિયાની સરકારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચની યજમાનીને લઈને હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરી છે. 

વિશ્વકપમાં આવ્યા હતા 90 હજાર દર્શક
એમસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટુઅર્ટ ફોક્સે ઓક્ટોબરમાં અહીં રમાયેલા ટી20 વિશ્વકપ મેચની જબરદસ્ત સફળતાને જોતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચના આયોજનમાં રસ દાખવ્યો છે. આ બંને દેશો વચ્ચે રમાયેલી મેચમાં 90 હજારથી વધુ દર્શક હાજર હતા. ફોક્સે એસઈએન રેડિયોને કહ્યું- ચોક્કસપણે એમસીસીમાં સતત ત્રણ ટેસ્ટ મેચોનું આયોજન શાનદાર હશે. દર વખતે સ્ટેડિયમ ખચાખચ ભરેલું હશે. અમે આ વિશે જાણકારી લીધી છે. 

તેમણે કહ્યું, 'અમે આ વિશે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી છે. હું જાણું છું કે (વિક્ટોરિયા) ની સરકારે પણ આમ કર્યું છે. હું જાણું છું કે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે આ ખુબ જટિલ છે તેથી મારૂ માનવું છે કે સંભવતઃ આ મોટો પડકાર છે.' ફોક્સે કહ્યુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વિશે આઈસીસી સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું- આશા છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ વિશે આઈસીસી સાથે વાત કરતું રહેશે અને તેના પર ભાર આપશે. જ્યારે તમે વિશ્વમાં ઘણા સ્ટેડિયમને ખાલી જુઓ છો તો તેવામાં મને લાગે છે કે ખચાખચ ભરેલું સ્ટેડિયમ અને ત્યાંનો માહોલ રમત માટે સારો હશે. 

2007માં રમાઈ હતી છેલ્લી ટેસ્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ છેલ્લે વર્ષ 2007માં રમાઈ હતી. ત્યારબાદ તેનો સામનો આઈસીસી કે એશિયન ક્રિકેટ પરિષદની ટૂર્નામેન્ટમાં થયો છે. પાકિસ્તાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી ચક્રમાં 2023માં એમસીસી પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમવાની છે. ફોક્સે આશા વ્યક્ત કરી કે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની આ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપની મેચની જેમ સ્ટેડિયમ ભરેલું હશે. તેમણે કહ્યું- જે પ્રકારનો માહોલ ભારત અને પાકિસ્તાનની તે મેચમાં હતો, મેં તેવો માહોલ એમસીસીમાં પહેલા ક્યારેય જોયો નથી. દરેક બોલ પર શોર અભૂતપૂર્વ હતો. લોકોએ પરિવાર અને બાળકો સાથે તેની મજા માણી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news