IND vs SA: 23 વિકેટ પડતા જ ઈતિહાસમાં સામેલ થયો કેપટાઉન ટેસ્ટ, તૂટ્યો 134 વર્ષ જૂનો રેકોર્ડ
Cape Town Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનમાં આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 23 વિકેટ પડી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજીવાર છે, જ્યારે મેચના પ્રથમ દિવસે 23 કે તેથી વધુ વિકેટ પડી હોય.
Trending Photos
કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સૌથી વધુ વિકેટ પડવાના મામલામાં રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયો છે. કેપટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે કુલ 23 વિકેટ પડી, 147 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ છઠ્ઠીવાર છે, જ્યારે ટેસ્ટ મેચમાં એક દિવસમાં 23 કે તેથી વધુ વિકેટ પડી. કેપટાઉનમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 23 વિકેટ પડી હોય, આ પહેલા 2011માં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ દરમિયાન 23 વિકેટ પડી હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના નામે છે. લોર્ડ્સમાં 1888માં રમાયેલી મેચમાં બીજા દિવસે 27 વિકેટ પડી હતી. તો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજીવાર છે જ્યારે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 23 કે તેનાથી વધુ વિકેટ પડી હોય. આ પહેલા મેલબોર્નમાં 1902માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ મેચમાં પ્રથમ દિવસે 25 વિકેટ પડી હતી. તો 1890માં ધ ઓવલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં 22 વિકેટ પડી હતી.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સર્વાધિક વિકેટ
25- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબોર્ન, 1902
23- આફ્રિકા વિરુદ્ધ ભારત, કેપટાઉન, 2023
22- ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, 1890
22- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, એડિલેડ, 1951
21- દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગકેબરહા, 1896
ટેસ્ટમાં એક દિવસમાં સર્વાધિક વિકે
27- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લોર્ડ્સ, 1888 (દિવસ 2)
25- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબોર્ન- 1902 (પ્રથમ દિવસ)
24- ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, 1896 (દિવસ 2)
24- ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન, બેંગલુરૂ 2018 (દિવસ 2)
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કેપટાઉન, 2011 (દિવસ 2)
23- દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત, કેપટાઉન 2024 (પ્રથમ દિવસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે