IND vs WI: KL Rahul એ બધી હદ વટાવી! પોતાની ભૂલને કારણે થયો રનઆઉટ, આ ખેલાડી પર ઉતાર્યો ગુસ્સો

IND vs WI: બીજી વનડેમાં એકબાદ એક પ્રથમ ત્રણ વિકેટ પડી ગયા પછી KL રાહુલ અને સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો. જોકે, રાહુલ પોતાની ભૂલને કારણે રનઆઉટ થયો હતો અને તેણે પોતાનો ગુસ્સો સૂર્યકુમાર પર કાઢ્યો હતો.

IND vs WI: KL Rahul એ બધી હદ વટાવી! પોતાની ભૂલને કારણે થયો રનઆઉટ, આ ખેલાડી પર ઉતાર્યો ગુસ્સો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામનો કરી રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી અને 12 ઓવરમાં ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ પડી ગઈ હતી. પરંતુ આ પછી કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રાહુલ પોતાની ભૂલને કારણે રનઆઉટ થયો હતો અને તેણે પોતાનો ગુસ્સો સૂર્યકુમાર પર કાઢ્યો હતો.

રાહુલ પોતે ભૂલથી થયો રનઆઉટ
કેએલ રાહુલ આ મેચમાં સારી બેટિંગ કરી રહ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફ્લોપ બાદ રાહુલે એક છેડો જાળવી રાખ્યો હતો. તે એક છેડે 49 રન પર રમી રહ્યો હતો. પરંતુ બધુ બરાબર ચાલી રહ્યું હતું અને અચાનક રાહુલનું ધ્યાન ખોવાઈ ગયું અને તે નાની ભૂલને કારણે રનઆઉટ થઈ ગયો. વાસ્તવમાં 30મી ઓવરમાં જ્યારે કેમાર રોચ વેસ્ટ ઈન્ડિઝ તરફથી બોલિંગ કરવા આવ્યો ત્યારે રાહુલે એક બોલ પર બે રન લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સૂર્યકુમારને બે રનનો કોલ આપ્યો. સૂર્યકુમાર યાદવે પણ કોઈ જવાબ આપ્યા વિના બીજા રન માટે દોડવાનું શરૂ કર્યું. ત્યારબાદ રાહુલ સમયસર પોતાની ક્રિઝ પર પહોંચી શક્યો ન હતો અને તે રનઆઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ પર ઉતાર્યો ગુસ્સો
રનઆઉટ થયા બાદ કેએલ રાહુલ એકદમ નાખુશ દેખાઈ રહ્યો હતો અને તેણે પોતાનો બધો ગુસ્સો સૂર્યકુમાર યાદવ પર કાઢ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાહુલના રનઆઉટમાં સૂર્યકુમારનો કોઈ વાંક નહોતો અને તે સંપૂર્ણપણે રાહુલનો કોલ હતો. પરંતુ તેમ છતાં રાહુલ આ ખેલાડી પર પોતાનો ગુસ્સો કાઢતો જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news