INDvsENG: કેએલ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો, ગ્રેગ ચેપલની કરી બરોબરી

કેએલ રાહુલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં 14 કેચ ઝડપ્યા છે. 

INDvsENG: કેએલ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો, ગ્રેગ ચેપલની કરી બરોબરી

લંડનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં બેટથી ફ્લોપ રહેલા રાહુલ ફિલ્ડિંગમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે. તેણે ઓવલમાં રમાઇ રહેલી પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બેન સ્ટોક્સનો કેચ ઝડપ્યો હતો. આ સાથે તેણે હાલ ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં 14 કેચ પૂરા કરી લીધા છે. રાહુલ આ સાથે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ કેચ ઝડપવાના મામલામાં રાહુલ દ્રવિડના ભારતીય રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 

રાહુલ દ્રવિડે 2004માં બનાવ્યો હતો રેકોર્ડ
રાહુલ દ્રવિડે 2004માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર શ્રેણી દરમિયાન 4 મેચમાં 13 કેચ પકડ્યા હતા, જે અત્યાર સુધી ભારતીય રેકોર્ડ હતો. આમ તો એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ કેચ પકડવાની વાત કરીએ તો આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જૈક ગ્રેગરીના નામે છે, જેણે 1920-21ની એસિઝ શ્રેણી દરમિયાન 15 કેચ ઝડપ્યા હતા. કેએલ રાહુલ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલ 14-14 કેચની સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ચેપલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1974-75માં છ મેચોમાં 14 કેચ ઝડપ્યા હતા. 

કુકની પાસે પણ રેકોર્ડ બનાવવાની તક
પોતાનો અંતિમ મેચ રમી રહેલા કુકની પાસે એક શ્રેણીમાં સૌથી વધુ કેચને નવો રેકોર્ડ બનાવવાની તક છે. તે ભારતની બીજી ઈનિંગમાં ત્રણ કેચ ઝડપીને ગ્રેગરીનો રેકોર્ડ તોડી શકે છે. કુકે આ શ્રેણીમાં કુલ 13 કેચ ઝડપ્યા છે. જો તે એક કેચ ઝડપી લેશે તો કેએલ રાહુલ અને ગ્રેગ ચેપલની બરોબરી કરી લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news