IPL 2019: આંદ્રે રસેલની તોફાની બેટિંગ, કોલકાતાએ હૈદરાબાદને હરાવ્યું
કોલકાતા નાઇટ રાઇડર્જે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી પરાજીત કર્યું છે. ડેવિડ વોર્નર (85) અને જોની બેયરસ્ટો (39)ની વચ્ચે પહેલી વિકેટ માટે 118 રનની ભાગીદારીના દમ પર સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નાં 12મી સિઝનની બીજી મેચમાં રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સની વિરુદ્ધ ત્રણ વિકેટનાં નુકસાન 181 રનનો મજબુત સ્કોર બનાવી લીધો. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સે અહીં ઇડન ગાર્ડન્સ મેદાનમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે વોર્નર અને બેયરસ્ટોએ કોલકાતાનાં આ નિર્ણયને સાબિત કરીદીધો હતો.
Trending Photos
કોલકાતા : કોલકાતા નાઇટ રાઇડર્જે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી પરાજીત કર્યું છે. ડેવિડ વોર્નર (85) અને જોની બેયરસ્ટો (39)ની વચ્ચે પહેલી વિકેટ માટે 118 રનની ભાગીદારીના દમ પર સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નાં 12મી સિઝનની બીજી મેચમાં રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સની વિરુદ્ધ ત્રણ વિકેટનાં નુકસાન 181 રનનો મજબુત સ્કોર બનાવી લીધો. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સે અહીં ઇડન ગાર્ડન્સ મેદાનમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે વોર્નર અને બેયરસ્ટોએ કોલકાતાનાં આ નિર્ણયને સાબિત કરીદીધો હતો.
બેયરસ્ટો ટીમનાં 118નાં સ્કોર પર આઉટ થયા. તેણે 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. હૈદરાબાદની બીજી વિકેટ ટીમનાં 144નાં સ્કોર પર વોર્નરનાં સ્વરૂપે પડી હતી. વોર્નરે 53 બોલમાં 9 ચોક્કા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ 40મી વખત છે જ્યારે વોર્નરે આઇપીએલમાં 50થી વધારે રન બનાવ્યા છે. યુસૂફ પઠાણે 1 રન બનાવીને આઉટ થયો હતો. વિજય શંકર 24 બોલમાં 2 ચોક્કા અને 2 છગ્ગા સાથે અણનમ 40 રન બનાવ્યા હતા મનીષ પાંડેએ પણ 5 બોલમાં 1 ચોગ્ગાની મદદથી અણનમ 8 રનનું યોગદાન કર્યું.
બંન્નેએ ચોથી વિકેટ માટે 29 રનની અવિજિત ભાગીદારી કરીને ટીમને 181 સુધી પહોંચાડી. હૈદરાબાદે અંતિમ ચાર ઓવરમાં 37 રન જોડ્યા અને એક વિકેટ પણ ગુમાવી. કોલકાતા માટે આંદ્રે રસેલે 2 અને પીયુષ ચાવલાએ એક વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સ કેપ્ટન દિનેશ કાર્તીકે રવિવારે ઇડન ગાર્ડન્સ મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આઇપીએલની 12મી સીઝનમાં પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આ મેચમાં હૈદરાબાદની કેપ્ટન્સી કરી રહ્યા હતા. તે પહેલીવાર આઇપીએલમાંકોઇ ટીમની કેપ્ટન્સી કરી રહ્યો હતો. આ પહેલા ભુવીએ 2016-17માં રમાયેલી રણજીટ્રોફીમાં મુંબઇ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ તરફથી કેપ્ટન્સી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે