વર્લ્ડ કપ 2019: વિરાટ કોહલી અપરિપક્વ, જવાબ આપો તો ભડકે છેઃ રબાડા
વિરાટ પ્રતિક્રિયા આપવા પર ભડકી જાય છે. રબાડા અને વિરાટ વચ્ચે આઈપીએલના એક મેચમાં વિવાદ પણ થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ ચુકેલા વિશ્વકપમાં ભારતનો પ્રથમ મુકાબલો 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે છે. આ પહેલા શનિવારે દક્ષિણ આફ્રિકાના બોલર કગિસો રબાડાએ ભડકાવનારૂ નિવેદન આપ્યું છે. તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને અપરિપક્વ ખેલાડી ગણાવ્યો છે. કહ્યું- વિરાટ પ્રતિક્રિયા આપવા પર ભડકી જાય છે. રબાડા અને વિરાટ વચ્ચે આઈપીએલના એક મેચમાં વિવાદ પણ થયો હતો.
રબાડાએ 'ધ ક્રિકેટ મંથલી' મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કોહલી મેદાન પર આક્રમક વલણ દેખાડે છે, પરંતુ જ્યારે વિપક્ષી ટીમનો કોઈ ખેલાડી તેને જવાબ આપે છે તો તે ગુસ્સે થઈ જાય છે. બોલરોએ કહ્યું કે, વિરાટ એવું તે માટે કરે છે કે લગભગ તેનાથી તેને પોતાની આક્રમક રમતમાં મદદ મળે છે, પરંતુ આવો વ્યવહાર મારી સમજથી ઉપર છે. મારા હિસાબે આ ખુબ અપરિપક્વ વર્તન હતું.
રબાડા બોલ્યો- હું અત્યાર સુધી વિરાટને સમજી શક્યો નથી
24 વર્ષના રબાડાએ આઈપીએલમાં વિરાટની સાથે થયેલી જુબાની જંગ વિશે પણ જણાવ્યું. રબાડાએ કહ્યું, વાસ્તવિકતામાં પોતાના ગેમ પ્લાન વિશે વિચારી રહ્યો હતો. તેણે મારા બોલ પર બાઉન્ડ્રી ફટકારી અને પછી કંઇક શબ્દો કહ્યાં. મેં જવાબ આપ્યો તો નારાજ થઈ ગયો. સાચુ કહું તો હું અત્યાર સુધી વિરાટને સમજી શક્યો નથી. આઈપીએલમાં રબાડા દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો હતો, જ્યારે વિરાટ આરસીબીનો કેપ્ટન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે