World Cup 2019: ખલીલ અહમદ સહિત 4 ફાસ્ટ બોલરો ભારતીય ટીમ સાથે જશે ઈંગ્લેન્ડ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની મદદ કરાવવા માટે ખલીલ સહિત ચાર ફાસ્ટ બોલરોને ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જાહેર કરીને આ જાણકારી આપી હતી.
 

 World Cup 2019: ખલીલ અહમદ સહિત 4 ફાસ્ટ બોલરો ભારતીય ટીમ સાથે જશે ઈંગ્લેન્ડ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની મદદ કરાવવા માટે ખલીલ સહિત ચાર ફાસ્ટ બોલરોને ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જાહેર કરીને આ જાણકારી આપી હતી. આ ચાર ફાસ્ટ બોલરોમાં ખલીલ સિવાય આવેશ ખાન, નવદીપ સૈની અને દીપક ચહર સામેલ છે. 

બોર્ડે જણાવ્યું કેચ ચારેય બોલરો ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમની સાથે રહેશે. પરંતુ તે 15 સભ્યોની ટીમમાં હશે નહીં. બીસીસીઆઈએ વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કર્યા બાદ આ ચારેય બોલર ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમની સાથે રહેતા બેટ્સમેનોને નેટ્સમાં પ્રેક્ટિસ કરાવશે અને ભારતીય ટીમની તૈયારીઓમાં મદદ કરશે. આ ચારેય ફાસ્ટ બોલર આ સમયે આઈપીએલની સિઝન-12માં વિભિન્ન ટીમોમાંથી રમી રહ્યાં છે. 

તેમાંથી ખલીલ અહમદ સનરાઇઝર્સ હૈદરાબાદ, આવેશ ખાન દિલ્હી કેપિટલ્સ, દીપક ચહર ચેન્નઈ સુપર કિંગ્સ અને નવદીપ સૈની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વકપ માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમ પસંદગીમાં રિષભ પંતના યુવા જોશ પર દિનેશ કાર્તિકનો અનુભવ ભારે પડ્યો હતો. અંબાતી રાયડૂના સ્થાન પર ઓલરાઉન્ડર વિજય શંકરને વિશ્વ કપની ટિકિટ આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news