IND Vs SA: ટી20 સિરીઝ પહેલા ભારતીય ટીમને ઝટકો, કેપ્ટન રાહુલ થયો બહાર, પંતને મળી કમાન
India Vs South Africa: આફ્રિકા સામે ટી20 સિરીઝ શરૂ થતાં પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યાં છે. કેપ્ટન કેએલ રાહુલ ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેએલ રાહુલ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. કેએલ રાહુલની ઈજા એટલી ગંભીર છે કે તે આફ્રિકા સામે પાંચ મેચોની ટી20 સિરીઝ રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડે કેએલ રાહુલના સ્થાને રિષભ પંતને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવ્યો છે.
કેએલ રાહુલની ઈજા વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પુષ્ટિ કરી દીધી છે કે કેએલ રાહુલ આફ્રિકા સામે ગુરૂવારથી દિલ્હીમાં શરૂ થઈ રહેલી પાંચ મેચોની સિરીઝમાં રમી શકશે નહીં. પરંતુ રાહુલ ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ટીમ ઈન્ડિયાનો ભાગ હશે કે નહીં તે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.
આફ્રિકા સામે ટીમની જાહેરાત થઈ ત્યારે રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે કેએલ રાહુલની ગેરહાજરીમાં રિષભ પંત પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. મહત્વનું છે કે ભારતના નિયમિત કેપ્ટન રોહિત શર્માને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
ભારત અને આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ 9 જૂને અરૂણ જેટલી સ્ટેડિયમ દિલ્હીમાં રમાવાની છે. રાહુલ બહાર થવાથી ભારતીય ટીમે પોતાની ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવો પડશે. ઈશાન કિશનની સાથે હવે રુતુરાજ ગાયકવાડને ઓપનિંગની જવાબદારી સંભાળવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે