વર્લ્ડ કપ 2019 INDvsPAK: ક્રિકેટના મેદાનમાં પાક પર ભારતની સર્જીકલ સ્ટ્રાઇક, પાકને 89 રને કચડ્યું


આઈસીસી વિશ્વકપના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો છે. 

 વર્લ્ડ કપ 2019 INDvsPAK: ક્રિકેટના મેદાનમાં પાક પર ભારતની સર્જીકલ સ્ટ્રાઇક, પાકને 89 રને કચડ્યું
LIVE Blog

માનચેસ્ટરઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019ના હાઇ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 89 રને પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાની પરંપરા પણ યથાવત રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્મા (140), વિરાટ કોહલી (77), કેએલ રાહુલ (57)ની શાનદાર બેટિંગની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 336 રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટે 212 રન બનાવી શકી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

16 June 2019
23:47 PM

પાકિસ્તાન 212/6 (40 ઓવર)
ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું. આ સાથે વિશ્વકપમાં પાક સામે ક્યારેય ન હારવાની પરંપરા જાળવી રાખી. 

23:46 PM

પાકિસ્તાન 182/6 (37 ઓવર)
ઇમાદ 27 અને શાદાબ ખાન 11 રને રમતમાં. બુમરાહની 37મી ઓવરમાં કુલ 10 રન બન્યા. 

 

22:49 PM

વરસાદને કારણે પાકિસ્તાનને મળ્યો નવો ટાર્ગેટ. 40 ઓવરમાં 302નો મળ્યો ટાર્ગેટ. ઈનિંગમાં 35 ઓવર પૂરી. પાકિસ્તાનને 5 ઓવરમાં 136 રનની જરૂર.
 

22:47 PM

પાકિસ્તાન 166/6 (35 ઓવર)
ઇમાદ વસીમ 22 અને શદાબ 0 પર રમતમાં. મેચમાં ફરી વરસાદ આવ્યો. જો હવે મેચ આગળ રમાવી શક્ય ન બને તો ભારતીય ટીમ ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 86 રન આગળ છે. 
 

22:23 PM

પાકિસ્તાન 165/6 (34.1 ઓવર)
પાકિસ્તાનને લાગ્યો છઠ્ઠો ઝટકો. કેપ્ટન સરફરાઝ અહમદ 12 રન બનાવી આઉટ. વિજય શંકરને મળી બીજી સફળતા. 

22:17 PM

12 રનમાં ગુમાવી 4 વિકેટ
એક વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ઈનિંગને બાબર આઝમ અને ફખર જમાને સંભાળી પરંતુ કુલદીપ યાદવ બંન્નેની સદીની ભાગીદારીને તોડવામાં સફળ રહ્યો હતો. તેણે પહેલા બારને બોલ્ડ કર્યો હતો. પાકિસ્તાનની બીજી વિકેટ 117 રનના સ્કોર પર પડી. ત્યારબાદ 12 રનની અંદર પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવી દીધી. કુલદીપ અને હાર્દિકે બે-બે વિકેટ ઝડપી. 

22:07 PM

પાકિસ્તાન 140/5 (30 ઓવર)
ઇમાદ વસીમ 6 અને સરફરાઝ 6 રન બનાવી ક્રીઝ પર. મેચમાં ભારતની પક્કડ મજબૂત. 
 

22:05 PM

પાકિસ્તાન 129/5 (27 ઓવર)
હાર્દિક પંડ્યાએ એક ઓવરમાં ભારતને અપાવી બે સફળતા. હફીઝ (9) અને મલિક (0)
રન પર આઉટ. 
 

21:58 PM

પાકિસ્તાન 126/3 (26 ઓવર)
ભારતને મળી મોટી સફળતા. ફખર જમાન 62 રન બનાવી આઉટ. કુલદીપ યાદવને મળી બીજી વિકેટ. ઓવર મેડન રહી. હાલ સરફરાઝ અને હાફીઝ મેદાનમાં 

21:42 PM

પાકિસ્તાન 117/2 (24 ઓવર)
24મી ઓવરના અંતિમ બોલ પર કુલદીપે ભારતને અપાવી બીજી સફળતા. બાબર આઝમ 48 રન બનાવી બોલ્ડ. 
 

21:41 PM

પાકિસ્તાનના 100 રન પૂરા 
પાકિસ્તાને 22મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યાં હતા. બાબર આઝમ 38 અને ફખર જમાન 57 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 
 

21:37 PM

જમાનની અડધી સદી પૂરી
ફખર જમાને 59 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 21મી ઓવરના પ્રથમ બોલ પર છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

પાકિસ્તાન 87/1 (20 ઓવર)
પાકિસ્તાન ટીમે 20 ઓવરમાં 87 રન બનાવી લીધા છે. ફખર જમાન 44 અને બાબર આઝમ 34 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 

21:07 PM

પાકિસ્તાન 64/1 (15 ઓવર)
15 ઓવરમાં પાકિસ્તાને 64 રન બનાવી લીધા છે. બાબર આઝમ 27 અને અખર જમાન 28 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 
 

21:05 PM

ભારતને લાગ્યો મોટો ઝટકો
ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા હતા. પોતાની બોલિંગ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન થયા બાદ મેદાન છોડીને બહાર ગયા બાદ ભુવનેશ્વર કુમાર હવે આ મેચમાં ફરી મેદાનમાં ઉતરશે નહીં. 

20:52 PM

પાકિસ્તાનના 50 રન પૂરા 
પાકિસ્તાની ટીમે 13મી ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યાં હતા. બાબર આઝમ અને ફખર જમાન બેટિંગ કરી રહ્યાં છે. 
 

20:28 PM

પાકિસ્તાન 38/1 (10 ઓવર)
પાકિસ્તાને તરફથી બાબર આઝમ 13 અને ફખર જમાન 16 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. પાકિસ્તાને બીજી પાંચ ઓવરમાં કુલ 24 રન બનાવ્યા છે. ભારત તરફથી આ પાંચ ઓવરમાં હાર્દિક પંડ્યા, બુમરાહ અને વિજય શંકરે બોલિંગ કરી હતી. 

20:28 PM

પાકિસ્તાન 14/1 (5 ઓવર)
ભુવનેશ્વરે પ્રથમ ઓવરમાં બે રન આપ્યા. બીજી ઓવરમાં કુલ 4 રન બન્યા. ત્રીજી ઓવરમાં કુલ છ રન બન્યા. ચોથી ઓવરમાં બુમરાહે એક રન આપ્યો. પાંચમી ઓવરમાં ચાર બોલ બાદ ભુવનેશ્વર કુમાર મેદાન છોડી બહાર ગયો. વિજય શંકરે પોતાના વિશ્વકપના પ્રથમ બોલ પર વિકેટ ઝડપી. ઇમામ ઉલ હક 7 રન બનાવી LBW. 

19:54 PM

પાકિસ્તાનની ઈનિંગ શરૂ. ફખર જમાન અને ઇમામ ઉલ હક ક્રીઝ પર. ભુવી કરશે પ્રથમ ઓવર 
 

19:54 PM

મેદાનમાં ઉતર્યા બે દિગ્ગજ

 

19:18 PM

પાકિસ્તાન સામે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 336 રન બનાવ્યા છે અને પાકિસ્તાનને જીતવા માટે 337 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ 140, વિરાટ કોહલીએ 77 અને કેએલ રાહુલે 57 રન બનાવ્યા હતા. 

ભારત 336/5 (50 ઓવર)
કેદાર જાધવ 9 અને વિજય શંકર 15 રન બનાવી નોટઆઉટ. ભારતે 50 ઓવરમાં બનાવ્યા 336/5

ભારત 327/5 (49 ઓવર)
ઓવરમાં કુલ 12 રન બન્યા. શંકર 9 અને જાધવ 7 રને ક્રીઝ પર. 

19:17 PM

ભારત 315/5 (48 ઓવર)
વિજય 5 અને જાધવ 1 રને રમતમાં. ઓવરમાં કુલ 4 રન બન્યા. ભારતે ગુમાવી કોહલીની વિકેટ. 

 

19:16 PM

ભારત 314/5 (47.4 ઓવર)
વિરાટ કોહલી 77 રન બનાવી આઉટ. આમિરને મળી સફળતા, સરફરાઝે કર્યો કેચ. કોહલીએ 65 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા. 

19:14 PM

ભારત 311/4 (47 ઓવર)
કોહલી 75 અને વિજય શંકર 5 રને ક્રીઝ પર. રિયાઝની ઓવરમાં કુલ 9 રન બન્યા. 

 

19:13 PM

વરસાદ બાદ મેચ ફરી શરૂ

18:18 PM

ભારત 305/4 (46.4 ઓવર)
વિરાટ કોહલી 71 અને વિજય શંકર 3 રન બનાવી ક્રીઝ પર. મેચમાં વરસાદનું વિઘ્ન. 

ભારત 302/4 (46 ઓવર)
પ્રથમ બોલ પર ધોની 1 રન બનાવી આઉટ. આમિરને મળી સફળતા. ઓવરમાં કુલ 4 રન બન્યા. 

ભારત 298/3 (45 ઓવર)
ઓવરમાં કુલ 12 રન બન્યા. 

 

18:01 PM

ભારત 286/3 (44 ઓવર)
આમિરની ઓવરમાં કુલ 12 રન બન્યા. હાર્દિક પંડ્યા આઉટ. 

ભારત 274/2 (43 ઓવર)
પંડ્યાએ ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. હસન અલીની ઓવરમાં કુલ 13 રન બન્યા. 

 

17:45 PM

ભારત 261/2 (42 ઓવર)
કોહલીએ એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 7 રન બન્યા. 

ભારત 254/2 (41 ઓવર)
કોહલી 41 અને પંડ્યા 9 રન પર. હસન અલીની ઓવરમાં કુલ 6 રન બન્યા. 

17:42 PM

ભારત 248/2 (40 ઓવર)
રોહિત 39 અને હાર્દિક 5 રન બનાવી ક્રીઝ પર. શાદાબની ઓવરમાં કુલ 10 રન બન્યા. 

17:38 PM

ભારત 238/2 (39 ઓવર)
કોહલી 30 અને હાર્દિક 4 રને રમતમાં. આ ઓવરમાં રોહિત શર્મા આઉટ. ઓવરમાં કુલ 8 રન બન્યા. 

17:34 PM

ભારત 234/2 (38.2 ઓવર)
ભારતને લાગ્યો બીજો ઝટકો, રોહિત શર્મા 140 રન બનાવી આઉટ. રોહિતે 113 બોલનો સામનો કરતા 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. 

 

17:31 PM

ભારત 230/1 (38 ઓવર)
રોહિત 136 અને કોહલી 30 પર પહોંચ્યા. ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 10 રન બન્યા. 

ભારત 220/1 (37 ઓવર)
ઇમાદ વસીમની ઓવરમાં કુલ 5 સિંગલ આવ્યા. ઇમાદનો સ્પેલ પૂરો. 10-0-49-0

ભારત 215/1 (36 ઓવર)
રોહિત 126 અને કોહલી 26 રન બનાવી ક્રીઝ પર. રોહિતે ઈનિંગમાં એક ચોગ્ગો ફટકાર્યો. રિયાઝની ઓવરમાં કુલ 9 રન બન્યા. 

17:17 PM

ભારત 206/1 (35 ઓવર)
રોહિત 119 અને વિરાટ 24 પર પહોંચ્યો. ઓવરમાં કુલ 7 રન બન્યા. 

ભારત 199/1 (34 ઓવર)
રોહિત 113 અને કોહલી 23 પર પહોંચ્યો. શાદાબ ખાનની ઓવરમાં રોહિતે ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 8 રન બન્યા. 

ભારત 191/1 (33 ઓવર)
ઇમાદ વસીમની ઓવરમાં કુલ 4 રન બન્યા. 

ભારત 187/1 (32 ઓવર)
શાદાબ ખાનની ઓવરમાં કુલ 6 રન બન્યા. રોહિત 104 અને કોહલી 20 પર પહોંચ્યો. 

ભારત 181/1 (31 ઓવર)
રોહિત 102 અને કોહલી 16 રન પર ક્રીઝ પર. ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. 

16:44 PM

ભારત 172/1 (30 ઓવર)
રોહિત શર્માની સદી પૂરી. આ વિશ્વકપમાં બીજી સદી. શાદાબની ઓવરમાં કુલ 7 રન બન્યા. રોહિતના કરિયરની 24મી સદી. 

ભારત 165/1 (29 ઓવર)
આમિરની શાનદાર ઓવર. માત્ર 1 રન બન્યો. રોહિત 95 પર પહોંચ્યો. 

ભારત 164/1 (28 ઓવર)
રોહિત 94, વિરાટ 7. રિયાઝની ઓવરમાં કુલ 4 રન બન્યા. 

ભારત 160/1 (27 ઓવર)
રોહિત શર્માએ એક સિક્સ ફટકારી. હસન અલીની ઓવરમાં કુલ 9 રન બન્યા. 

ભારત 151/1 (26 ઓવર)
રોહિત 85 અને વિરાટ 4 રને ક્રીઝ પર. ભારતનો સ્કોર 150ને પાર. 

 

16:41 PM

ભારત 146/1 (25 ઓવર)
રોહિત 81 અને વિરાટ 3 રને ક્રીઝ પર. હસન અલીની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 10 રન બન્યા. 

16:41 PM

ભારત 136/1 (24 ઓવર)
પાકિસ્તાને મળી પ્રથમ સફળતા, રાહુલ 57 રન બનાવી આઉટ. વહાબે ઝડપી વિકેટ. 

16:30 PM

ભારત 134/0 (23 ઓવર)
રોહિતે ચોગ્ગો અને રાહુલે છગ્ગો ફટકાર્યો. હાફીઝની ઓવરમાં કુલ 11 રન બન્યા. 

 

16:23 PM

ભારત 123/0 (22 ઓવર)
શોએબ મલિકની ઓવરમાં રાહુલે છગ્ગો ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. ઓવરમાં કુલ 11 રન બન્યા. 

16:13 PM

ભારત 112/0 (21 ઓવર)
રોહિત 66, રાહુલ 43 રને પહોંચ્યો. ઓવરમાં કુલ 7 રન બન્યા. 

ભારત 105/0 (20 ઓવર)
શાદાબ ખાનની ઓવરમાં કુલ 2 રન બન્યા. 20 ઓવરમાં ભારતનો સ્કોર 105

ભારત 103/0 (19 ઓવર)
રોહિત 62 અને રાહુલ 38 રને ક્રીઝ પર. ઇમાદની ઓવરમાં કુલ 2 રન બન્યા. 

16:05 PM

ભારત 101/0 (18 ઓવર)
રાહુલ 37 અને રોહિત 61 રન બનાવી રમતમાં. ભારતનો સ્કોર 100ને પાર 

ભારત 99/0 (17 ઓવર)
રોહિત 60 અને રાહુલ 36 રને ક્રીઝ પર. ઓવરમાં કુલ 6 રન બન્યા. 

16:05 PM

ભારત 93/0 (16 ઓવર)
રોહિતે બાઉન્ડ્રી ફટકારી. શાદાબની ઓવરમાં કુલ 6 રન બન્યા. 

ભારત 87/0 (15 ઓવર)
ઇમાદની ઓવરમાં કુલ ચાર સિંગલ આવ્યા. રોહિત 53 અને રાહુલ 32 રને રમતમાં

ભારત 83/0 (14 ઓવર)
શાદાબની ઓવરમાં કુલ ત્રણ સિંગલ આવ્યા. રોહિત 51 અને રાહુલ 30 રને ક્રીઝ પર. 

 

15:55 PM

ભારત 80/0 (13 ઓવર)
ઇમાદની ઓવરમાં કુલ એક સિંગલ આવ્યો. 

15:49 PM

ભારત 79/0 (12 ઓવર)
રોહિતે ઓવરમાં એક ચોગ્ગો એક છગ્ગો ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. ઓવરમાં કુલ 17 રન બન્યા. શાદાબ ખાને ફેંકી ઓવર. 
 

15:46 PM

ભારત 62/0 (11 ઓવર)
રોહિત શર્મા 38 અને રાહુલ 22 રને ક્રીઝ પર. પાકિસ્તાને વધુ એક રનઆઉટની તક ગુમાવી. 
 

15:46 PM

ભારત 53/0 (10 ઓવર)
રોહિત 37 અને રાહુલ 14 રને ક્રીઝ પર. 10 ઓવરની રમત પૂરી. ભારતનો સ્કોર 50ને પાર
 

15:43 PM

ભારત 46/0 (9 ઓવર)
ઈનિંગમાં પ્રથમ વખત સ્પિનરે બોલિંગ કરી. ઇમાદની ઓવરમાં કુલ 7 રન બન્યા. 

ભારત 42/0 (8 ઓવર)
વહાબ રિયાઝની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 7 રન બન્યા. 

15:31 PM

ભારત 35/0 (7 ઓવર)
રોહિત 26 અને રાહુલ 8 રન બનાવી ક્રીઝ પર. આમિરની ઓવરમાં કુલ 3 રન બન્યા. 
 

15:27 PM

અમૃતસરના રેસ્ટોરન્ટમાં પણ ભારત પાક મુકાબલાનો ક્રેઝ

 

15:23 PM

ભારત 32/0 (6 ઓવર)
હસન અલીની ઓવરમાં રોહિતે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 12 રન બન્યા. 
 

15:18 PM

ભારત 20/0 (5 ઓવર)
ઓવરમાં રાહુલે એક બાઉન્ડ્રી ફટકારી. રાહુલ 6 અને રોહિત 14 રને રમતમાં 
 

15:14 PM

ભારત 16/0 (4 ઓવર)
રોહિત શર્માએ એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ પાંચ રન બન્યા. 

Trending news