તમને ભાવુક કરી દેશે કોબી બ્રાયન્ટ અને તેમની પુત્રીની આ તસવીર
કોબી બ્રાયન્ટ બાસ્કેટબોલ કોર્ટના સરતાજ રહી ચુક્યા છે અને તેમની પુત્રી પણ આ રમતમાં પોતાનું કરિયર બનાવવામાં લાગી હતી. તેમના અકાળે નિધનથી વિશ્વભરમાં લોકોને ઝાટકો લાગ્યો. લોકો પોત-પોતાની રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ તસવીરને જુઓ. આ તસવીરમાં રંગોથી ભાવનાઓ કોતરવામાં આવી છે. બાસ્કેટબોલની દુનિયામાં સેલિબ્રિટીની તમામ ઉંચાઇઓ હાસિલ કરી ચુકેલ પિતા કોબી બ્રાયન્ટ અને આ રમતમાં પોતાની ઓળખ બનાવતી પુત્રી જિયાના. એક સંપૂર્ણ કહાની છે આ તસવીર. એક પિતા તેની પુત્રીને જોઈ રહ્યો છે. લગભગ તેની આંખોમાં ઉભરતા સપના અને પુત્રી પિતામાં પોતાનો આદર્શ શોધી રહી છે. પરંતુ એક દુર્ઘટનાઓ બધી પૂરુ કરી દીધું. સપના અધુરા રહી ગયા. આ મહાન ખેલાડીના જવાથી દુનિયા સ્તબ્ધ રહી ગઈ. કોઈને વિશ્વાસ ન થયો કે બ્રાયન્ટ હવે રહ્યાં નથી. બધા કોઈને કોઈ રીતે પોતાને તે અનુભવ અપાવવા ઈચ્છતા હતા કે આખરે બ્રાયન્ટનું મહત્વ તેમના માટે શું હતું.
ફિલિપિન્સની રાજધાની મેટ્રો મનીલામાં એક વ્યક્તિએ બ્રાયન્ટ અને તેમની પુત્રીનું વિમાન દુર્ઘટનામાં મોત બાદ બાસ્કેટબોલ કોર્ટ પર આ આર્ટ બનાવ્યું. આખા કોર્ટને હાથથી પેન્ટ કરવામાં આવ્યું. પ્રશંસક માટે બ્રાયન્ટ શું હતા તેનો માત્ર પૂરાવો છે આ તસવીર. રવિવારે રાત્રે બ્રાયન્ટ અને તેમની પુત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. ત્યારબાદ વિશ્વભરમાં તેમને ચાહનારા શોકમાં છે. બ્રાયન્ટ અને તેમની પુત્રી જિયાનાને પ્રશંસક શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
This is the famed Tenement basketball court in Manila, where work continues Monday night on a tribute mural to Kobe and Gigi. The hand-painted court is surrounded by candles and personal tributes written on surrounding walls. Amazing work by @IamMikeSwift and his team. pic.twitter.com/po5UG4zbOZ
— Wayne Drehs (@espnWD) January 27, 2020
અમેરિકાના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનમાં લોસ એન્જલસ લેકર્સ માટે રમનાર બ્રાયન્સને 'બ્લેક માંબા' કહેવામાં આવતા હતા. માંબા એક આફ્રિકન સાંપ હોય છે જેને પોતાની સ્ફુર્તી માટે ઓખળવામાં આવે છે.
41 વર્ષીય બ્રાયન્ટ પોતાની 13 વર્ષીય પુત્રી ગિયાના અને સાત અન્યની સાથે યાત્રા કરી રહ્યાં છે. આ બધાનું દુર્ઘટનામાં મોત થયું. દુર્ઘટનાએ વિશ્વ ભરમાં તેમના ચાહનારાને શોકમાં મુકી દીધા. માત્ર બાસ્કેટબોલ જ નહીં ક્રિકેટ અને ટેનિસની દુનિયાના દિગ્ગજોએ પણ આ સિતારાને અસમય ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો.
તેમનો જાદૂ હતો કે નિવૃતી બાદ તેમની 8 અને 24 નંબરની જર્સીને પણ નિવૃત કરી દેવામાં આવી. લેકર્સનો કોઈ ખેલાડી આ નંબરની જર્સી ક્યારેય નહીં પહેરે.
એનબીએમાંથી નિવૃતી લઈ ચુકેલ 41 વર્ષીય બ્રાયન્ટ પોતાની પુત્રીની સાથે એક મેચ માટે જઈ રહ્યાં હતા જેમાં ગિયાનાએ ભાગ લેવાનો હતો. ગિયાના બ્રાયન્ટના ચાર બાળકોમાંથી એક હતી. પોતાની રમતના દિવસોમાં કોહી હંમેશા પુત્રીને મેચ દરમિયાન લઈ જતા હતા. ગિયાનાનું સપનું મહિલા એનબીએમાં જગ્યા બનાવવાનું હતું. કોબીના પિતા જો બ્રાયન્ટ પણ પોતાના જમાનાના દિગ્ગજ બાસ્કેટબોલ પ્લેયર હતા. આ દિવસોમાં કોચના રૂપમાં સક્રિય જો કો જેલીબીનના નામથી પણ ઓળખવામાં આવે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે