Prithvi Shaw And Sapna Gill Controversy: ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર તોળાઈ રહી છે મોટી આફત, જાણો શું કહ્યું યુવતીએ?

Prithvi Shaw And Sapna Gill Controversy: સપના ગિલ હવે આ મામલે પાછળ હટવાના મૂડમાં નથી.  તેણે કહ્યું કે આ મામલે તેણે ઘણું સહન કર્યું છે. આથી હવે પીછેહટ કરવાનો સવાલ જ નથી. સપનાએ કહ્યું કે મે અને મારા પરિવારે  ઘણું સહન કર્યું છે. મારી આખી લાઈફ એક પ્રકારે ખરાબ થઈ ગઈ છે. 

Prithvi Shaw And Sapna Gill Controversy: ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર તોળાઈ રહી છે મોટી આફત, જાણો શું કહ્યું યુવતીએ?

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો હાલ પરેશાનીમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં પબમાં વિવાદ થયો હતો. પહેલા તેમના તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ અને તેમાં ધરપકડ પણ થઈ. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા ઈન્ફ્યુઅન્સર સપના ગિલે પણ પૃથ્વી અને તેના સાથીઓ વિરુદધ પોલીસ ફરિયાદ કરી છે અને તેની સાથે છેડછાડ થઈ હોવાની વાત કરી છે. આ મામલે હજુ તપાસ ચાલુ છે અને મામલો કોર્ટમાં છે. સપનાની ધરપકડ સુદ્ધા કરવામાં આવી હતી જો કે પછી તેને જામીન મળી ગયા. 

સપના ગિલે ત્યારબાદ એવું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે પૃથ્વી શોએ તેના પ્રાઈવેટ પાર્ટ ઉપર પણ માર્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ સપનાના વકીલે દાવો કર્યો છે કે તેમની પાસે એક વીડિયો છે જેના કારણે પૃથ્વી મુશ્કેલીમાં પડી શકે છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વીડિયોમાં પૃથ્વીનો સપનાના સાથીઓ સાથે હાથાપાઈના ફૂટેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

સમાધાન નહીં!
સપના ગિલ હવે આ મામલે પાછળ હટવાના મૂડમાં નથી.  તેણે કહ્યું કે આ મામલે તેણે ઘણું સહન કર્યું છે. આથી હવે પીછેહટ કરવાનો સવાલ જ નથી. સપનાએ કહ્યું કે મે અને મારા પરિવારે  ઘણું સહન કર્યું છે. મારી આખી લાઈફ એક પ્રકારે ખરાબ થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે પૃથ્વી શો અને તેમના મિત્રો વિરુદ્ધ આઈપીસીની કલમ 34, 120 બી, 144, 146, 148, 149, 323, 324, 351, 353 અને 509 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. સપના ગિલે એમ પણ કહ્યું કે મને ખોટા આરોપમાં ફસાવવામાં આવી. એટલે સુધી કે મે 50 હજાર રૂપિયાની માંગણી કરી એવું પણ કહેવામાં આવ્યું. મારે આવું કરવાની શું જરૂર છે. હું પોતે કામ કરું છું અને સારી એવી કમાણી છે મારી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news