રવિ શાસ્ત્રી જ રહેશે ટીમ ઈન્ડિયાના કોચ, આ 5 લોકોને સ્પર્ધામાં રાખ્યા પાછળ

ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા કરવામાં આવી છે 
 

રવિ શાસ્ત્રી જ રહેશે ટીમ ઈન્ડિયાના કોચ, આ 5 લોકોને સ્પર્ધામાં રાખ્યા પાછળ

મુંબઈઃ કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખ્યા છે. સીએસીએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. પ્રારંભથી જ એવું અનુમાન હતું કે રવિ શાસ્ત્રી આ પદ પર ચાલુ રહેશે. વીન્ડિઝ પ્રવાસ જતાં પહેલા ટીમના કેપ્ટન વિરાટ કહોલીએ પણ શાસ્ત્રીને સમર્થન આપ્યું હતું. 

— ANI (@ANI) August 16, 2019

શાસ્ત્રીની સાથે ટીમ ઈન્ડિયાના કોચ પદની રેસમાં ન્યૂઝિલેન્ડના પૂર્વ કોચ માઈક હસન, શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સિમન્સ, ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ રોબિન સિંહ અને ભારતના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત પણ સામેલ હતા. 

— BCCI (@BCCI) August 16, 2019

બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે, નવા કોચનો કાર્યકાળ 2021માં યોજાનારા T20 વિશ્વ કપ સુધીનો રહેશે. ટીમના નવા કોચિંગ સ્ટાફને પણ T20 વિશ્વ કપ સુધીનો કાર્યકાળ આપવામાં આવશે. નવા કોચિંગ સ્ટાફની પસંદગી મુખ્ય પસંદગીકર્તા એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ કરશે. 

2017માં પ્રથમ વખત કોચ બન્યા હતા 
રવિ શાસ્ત્રીને વર્ષ 2017માં પ્રથમ વખત ભારતીય ટીમના કોચ તરીકે પસંદ કરાયા હતા. 2017માં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વી.વી.એસ. લક્ષ્મણની ત્રણ સભ્યોનિ સમિતિએ શાસ્ત્રીની પસંદગી કરી હતી. આ અગાઉ 2015ના વર્લ્ડ કપ દરમિયાન રવિ શાસ્ત્રીએ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. 

શાસ્ત્રી-કોહલીની જોડી
રવિ શાસ્ત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જુગલબંદીના કારણે ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી ચુકી છે. રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં જ ભારતીય ટીમ ટેસ્ટમાં નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. 2019ના વર્લ્ડ કપમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત શાસ્ત્રીના માર્ગદર્શનમાં જ ઓસ્ટ્રેલિયાને તેના જ દેશમાં ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે હરાવ્યું હતું. આ સાથે જ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમે વન ડે શ્રેણી પણ જીતી હતી. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news