ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની પત્ની છે MLA, 7 વર્ષ પહેલા લગ્નમાં ચાલી હતી ધનાધન ગોળીઓ, Photos વાયરલ
Team India: ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની લવસ્ટોરી ઘણી ચર્ચાનો વિષય બની રહે છે. લોકો આ ખેલાડીઓના લાઈવ પાર્ટનર્સને પણ ખૂબ નજીકથી ફોલો કરે છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડરની લવ લાઈફ પણ ઘણી ખાસ રહી છે.
Trending Photos
Team India: ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની લવસ્ટોરી ઘણી ચર્ચાનો વિષય બની રહે છે. લોકો આ ખેલાડીઓના લાઈવ પાર્ટનર્સને પણ ખૂબ નજીકથી ફોલો કરે છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) લવ લાઈફ પણ ઘણી ખાસ રહી છે. Ravindra Jadeja (રવિન્દ્ર જાડેજા) રાજપૂતાના પરિવારના છે અને તેમના લગ્નમાં ઘણી ગોળીઓ ચલાવવામાં આવી હતી.
રાજપૂતાના પરિવાર સાથે સંબંધ ધરાવતા રવિન્દ્ર જાડેજાએ પોતાના પરિવારની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા હતા. જાડેજા (Ravindra Jadeja Marriage) એ 17 એપ્રિલ 2016ના રોજ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. આજે (17 એપ્રિલ) આ બંનેના લગ્નને 7 વર્ષ પૂર્ણ થયા છે.
જાડેજાની પત્ની રીવાબા સોલંકી (Riva Solanki)તેમની બહેનની ખાસ મિત્ર છે. બંનેની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. જાડેજાની બહેને બંનેને મિત્રતા કરાવી હતી અને ત્યાંથી જ તેમનો પ્રેમ શરૂ થયો હતો.
રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) પત્ની રીવાબાએ થોડા સમય પહેલા જ રાજકારણમાં કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી પહેલા રિવાબા ભાજપમાં જોડાઈને રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. ત્રણ વર્ષ પછી ભાજપે તેમને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા હતા. આજે તેઓ ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય છે.
રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja)લગ્ન દરમિયાન એરિયલ ફાયરિંગને લઈને ઘણો વિવાદ થયો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. બંનેના લગ્ન IPL દરમિયાન જ થયા હતા. તે સમયે રવિન્દ્ર જાડેજા ગુજરાત લાયન્સ ટીમનો ભાગ હતો.
રીવાબા સોલંકીએ (Riva Solanki)મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. રવિન્દ્ર જાડેજા અને રીવાને નિધ્યાના નામની એક વહાલી દીકરી પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે