બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને લાઇવ ચેટમાં મળી જાનથી મારવાની ધમકી
મોહસિન તાલુકતાર નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વીડિયો દરમિયાન શાકિબને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે પોતાનો ગુસ્સો આ ક્રિકેટર પર કાઢ્યો અને આદરમિયાન ખુબ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ વાપસી કરનાર બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફેસબુક લાઇવ દરમિયાન બાંગ્લાદેશી ઓલરાઉન્ડરને આ ધમકી આપવામાં આવી છે. આ રીતે કોઈપણ બાંગ્લાદેશી ક્રિકેટરને ધમકી આપવાની આ પ્રથમ ઘટના છે.
મોહસિન તાલુકતાર નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વીડિયો દરમિયાન શાકિબને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે પોતાનો ગુસ્સો આ ક્રિકેટર પર કાઢ્યો અને આદરમિયાન ખુબ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો. શાકિબને સોશિયલ મીડિયા પર અપશબ્દ કહેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
પોતાની ઓળખ જણાવતા મોહસિને કહ્યુ કે, જો તેણે આ ખેલાડીનો જીવ લેવા માટે ઢાકા જવુ પડે તો તે ત્યાં જઈ શકે છે. સોમવારે એકવાર ફરી લાઇવ કરતા આ વ્યક્તિએ શાકિબ અલ હસનને દેશની માફી માગવાનું કહ્યુ છે.
#ThankYouSachin: સચિનની નિવૃતીને થયા 7 વર્ષ, ફેન્સે આ અંદાજમાં પોતાના હીરોને કર્યા યાદ
મોહસિને વીડિયોમાં તે પણ સ્પષ્ટ કર્યુ કે તે આ વીડિયોને પોતાની મરજીથી બનાવી રહ્યો છે ન કોઈના દવાબમાં. એક બીજા વીડિયોમાં આ વ્યક્તિએ કહ્યુ કે, તે શાકિબને તક આપવા ઈચ્છે છે જેથી તે બાકી દેશના બધા સ્ટારની જેમ સાચા રસ્તે જાય. ફેસબુકને રિપોર્ટ કરવા સુધી આ વીડિયો ચાલતા રહ્યા ત્યારબાદ તેને હટાવી લેવામાં આવ્યા હતા.
Additional Deputy Commissioner સિયાહેટના બીએમ અશરફ ઉલ્લાહ તાહેરે કહ્યુ, વીડિયોની લિંકને સાઇબર સેલને સોંપવામાં આવી છે. અમે વીડિયોને લઈને તત્કાલ તપાસ શરૂ કરી હતી. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે