ISSF WC: શૂટર અભિષેક વર્માએ જીત્યો ગોલ્ડ, હાસિલ કરી ઓલિમ્પિક ટિકિટ

અભિષેક વર્માએ 10 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ઓલિમ્પિક કોટા હાસિલ કરવામાં સફળતા મેળવી છે. 
 

ISSF WC: શૂટર અભિષેક વર્માએ જીત્યો ગોલ્ડ, હાસિલ કરી ઓલિમ્પિક ટિકિટ

બેઇજિંગઃ ભારતના અભિષેક વર્માએ શનિવારે બેઇજિંગમાં આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અભિષેકને 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સ્વર્ણિમ સફળતા મળી હતી. આ સાથે તેણે ઓલિમ્પિકની ટિકિટ હાસિલ કરવામાં સફળતા મેળવી છે. 

અભિષેક પોતાનો બીજો વિશ્વ કપ રમી રહ્યો છે, જ્યારે ફાઇનલમાં તે પ્રથમવાર પહોંચ્યો હતો. તેણે ફાઇનલ મેચમાં દમદાર પ્રદર્શન કરતા કુલ 242.7 પોઈન્ટ મેળવ્યા હતા. 

— Rajaguru (@rajaguru) April 27, 2019

રૂસના આર્ટેમ ચેરનોઉસોવને સિલ્વર અને દક્ષિણ કોરિયાના સીઉંગહવૂ હાનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આર્ટેમે 240.4 અને હાને 220 પોઈન્ટ મેળવ્યા હતા. અભિષેકે દિલ્હીમાં રમાયેલા વિશ્વકપમાં પર્દાપણ કર્યું હતું, પરંતુ તે ફાઇનલમાં પહોંચવામાં અસફળ રહ્યો હતો. 

અભિષેક વર્માએ ભારત માટે પાંચમી ઓલિમ્પિક ટિકિટ મેળવી છે. આ પહેલા અંજુમ મૌદગિલ અને અપૂર્વી ચંદેલા (10 મીટર એર રાઇફલ મહિલા), સૌરભ ચૌધરી (10 મીટર એર પિસ્તોલ પુરૂષ) અને રાજસ્થાનના 17 વર્ષના યુવા શૂટર દિવ્યાંશ સિંહ પંવારે 2020 ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news