કોહલીએ સ્વીકાર કરી સચિનની આ ચેલેન્જ, શેર કર્યો VIDEO

કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુદલરની કિટ અપ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે, જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

કોહલીએ સ્વીકાર કરી સચિનની આ ચેલેન્જ, શેર કર્યો  VIDEO

નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે બ્રિટનના પ્રવાસે છે. શુક્રવારે આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચોની ટી-20 શ્રેણીમાં 2-0થી જીત મેળવ્યા બાદ વિરાટે એક નવા પડકારનો સ્વીકાર કર્યો છે. 

કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુદલરની કિટ અપ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે, જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ પેડ, હેલ્મેટ, ગ્લવ્જ અને ગાર્ડસ પહેરતો દેખાઈ છે. 

વિરાટે વીડિયો શેર કરતા લખ્યું, સચિન પાજી ફિટનેસ કિટ અપ ચેલેન્જ માટે મને નોમિનેટ કરવા બદલ આભાર. હું તે રમતને જેને પ્રેમ કરુ છું તેના માટે કિટ તૈયાર કરી રહ્યો છે. હું પાર્થિવ પટેલને કિટ અપ ચેલેન્જ માટે નોમિનેટ કરુ છું. 

A post shared by Virat Kohli (@virat.kohli) on

મહત્વનું છે કે સચિને ગુરૂવારે વીડિયોના માધ્યમથી એક નવા પ્રકારની ફિટનેસ ચેલેન્જ આપી હતી. સચિને કિટ અપ ચેલેન્જ આપતા લોકોને રમવા માટે બહાર નિકળવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાની ભલામણ કરી હતી. 

સચિન તેંડુલકરે વિરાટ કોહલી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, બેંડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, બોક્સર વિજેન્દર સિંહ, કોહી સ્ટાર સરદાર સિંહ અને કિબાંદી શ્રીકાંતને કિટ અપ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા. 

— Sachin Tendulkar (@sachin_rt) June 28, 2018

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ બ્રિટનના પ્રવાસે છે અને શુક્રવારે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને ડબ્લિનના માલાહાઇટ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાયેલી બે મેચોની ટી-20 શ્રેણીના બીજા અને અંતિમ મેચમાં 143 રનથી પરાજય આપીન ટી-20 ફોર્મેટમાં રનોના મામલે પોતાની અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી હતી. 

આ મચેમાં ભારતીય ટીમે આયર્લેન્ડને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 70 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે વિરાટ કંપનીએ શ્રેણી 2-0થી જીતી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news