IPL 2021: જાણો શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો આ વખતનો ગેમપ્લાન
KKR 11મી એપ્રિલે ચેન્નઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ સિઝનમાં પોતાનું અભિયાન શરૂ કરશે અને ટીમ અગાઉની ભુલોથી પાઠ લઈને નવી શરૂઆત કરવા કટિબદ્ધ છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ KKR 11મી એપ્રિલે ચેન્નઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ સિઝનમાં પોતાનું અભિયાન શરૂ કરશે અને ટીમ અગાઉની ભુલોથી પાઠ લઈને નવી શરૂઆત કરવા કટિબદ્ધ છે. ગૌતમ ગંભીરના ગયા પછી કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)નું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. પરંતુ IPLમાં બે વખતની ચેમ્પિયન ટીમ 9 એપ્રિલથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં યોગ્ય તૈયારીઓ કરીને પોતાનો ખોવાયેલો જાદુ પાછો લાવવાનો પ્રયત્ન કરશે. UAEમાં રમાયેલી છેલ્લી ટુર્નામેન્ટમાં, KKRની ટીમની ઓપનિંગ જોડી, મીડલ ઓર્ડર અને ફિનીશર નિષ્ફળ રહ્યા હતા. ટૂર્નામેન્ટની અધ વચે કેપ્ટનને પણ બદલી દેવામાં આવ્યો હતો. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો.
વેસ્ટ ઈન્ડિઝના બે સ્ટાર પ્લેયરો એન્ડ્રે રસલ અને સુનિલ નારાયળ નિષ્ફળ રહેતાં KKR પ્લે ઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારે, KKR 11મી એપ્રિલે ચેન્નઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ સિઝનમાં પોતાનું અભિયાન શરૂ કરશે અને ટીમ અગાઉની ભુલોથી પાઠ લઈને નવી શરૂઆત કરવા કટિબદ્ધ છે.
આ વખતે KKRની ટીમ નવા કેપ્ટન સાથે રમશે
ઈયોન મોર્ગન પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં KKRની ટીમ સંભાળશે. આ રીતે KKR પાસે મર્યાદિત ઓવર ક્રિકેટના સફળ કેપ્ટન હશે. ડાબા હાથના બેટ્સમેન મોર્ગને ગત સિઝનમાં પોતે સારો દેખાવ કર્યો હતો અને 14 ઈનિંગ્સમાં 418 રન બનાવ્યા હતા. તેણે ડેથ ઓવરમાં લાંબા શોટ રમવાની પોતાની કુશળતા પણ દર્શાવી હતી અને વધુમાં વધુ 24 સિક્સરો ફટકારી હતી.
PHOTOS: અમિતાભ બચ્ચનથી લઈને મોરારિબાપુ સહિતની હસ્તીઓ સાથે મુલાકાતની ખલીલની દુર્લભ તસવીરો...
X ફેક્ટર
KKRએ ગત વર્ષે નિરાશાજનક પરિણામો હોવા છતાં ટીમમાં તેમના 17 ખેલાડીઓને જાળવી રાખ્યા. પરંતુ આ વખતે કેટલાક સારા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને બેન કટીંગના આગમનથી નારાયણ અને રસેલને સારો બેકઅપ મળશે. તો બીજી તરફ ટીમમાં હરભજન છે અને તે ચેન્નઈમાં રમ્યો છે. જેથી તેનો સીધો ફાયદો ટીમને થશે.
કમજોરી
KKR ટીમની કમજોરી તેનું સ્પિન ડિપાર્ટમેન્ટ છે. ગત સિઝનમાં તેમના સ્ટાર સ્પિન બોલર કુલદિપ યાદવ 5 મેચોમાં માત્ર 1 વિકેટ હાંસલ કરી હતી. જ્યારે, સુનિલ નારાયણ પણ ગઈ સિઝનમાં નિષ્ફળ રહ્યા હતા. ગત વર્ષે નારાયણને તેની બોલિંગ એક્શન માટે ચેતાવણી આપવામાં આવી હતી. જેના કારણે તે 4 મેચ નહોતો રમી શક્યો. તે સમયે સિક્રેટ વેપન તરીકે KKR માટે સ્પિનર વરૂણ ચક્રવર્તી ઉભર્યા હતા અને 17 વિકેટો લીધી હતી.
ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી...
DK અને ગિલ પર રહેશે નજર
દિનેશ કાર્તિકે તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. KKRને શુભમન ગિલથી સારી શરૂઆતની જરૂર પડશે. ગત સિઝનમાં ગિલે શરૂઆતમાં ઘણા બધા બોલનો વ્યય કર્યો હતો. જેના કારણે મધ્યમ ક્રમ પર દબાણ વધતું હતું. ત્યારે, આ વર્ષે મોર્ગનની આગેવાનીમાં ટીમે શરૂઆતમાં સારું સંયોજન બનાવવું પડશે, કારણ કે ગત સિઝનમાં ટીમ આવું કરવામાં નિષ્ફળ ગઈ હતી.
KKRની ટીમ
ઈયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, શુભમન ગિલ, નીતિશ રાણા, ટિમ સેર્ફ્ટ, રિંકૂ સિંહ, આન્ડ્રે રસલ, સુનીલ નારાયણ, કુલદિપ યાદવ, શિવમ માવી, લોકી ફર્ગ્યયૂસન, પેટ કમિંસ, કમલેશ નાગરકોટી, સંદીપ વારિયર, પ્રસિદ્ધ ક્રિષ્ના, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, શાકિબ અલ હસન, શેલ્ડન જૈક્શન, વૈભાવ અરોરા, હરભજન સિંહ, કરૂણ નાયર, બેન કટિંગ, વેંકટેશ અય્યર અને પવન નેગી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે