WI vs IND: સૂર્યકુમારની વિસ્ફોટક ઈનિંગ, ભારતે ત્રીજી ટી20માં વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું

WI vs IND: કુલદીપ યાદવની ત્રણ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની દમદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે ત્રીજી ટી20 મેચમાં શાનદાર જીત સાથે સિરીઝમાં વાપસી કરી છે. 

WI vs IND: સૂર્યકુમારની વિસ્ફોટક ઈનિંગ, ભારતે ત્રીજી ટી20માં વિન્ડીઝને 7 વિકેટે હરાવ્યું

ગુયાનાઃ પ્રથમ બે ટી20 મેચમાં પરાજય બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે. ભારતે ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે પરાજય આપી શ્રેણી જીવંત રાખી છે. પાંચ મેચની ટી20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2-1થી આગળ છે. ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની શાનદાર બેટિંગ
ભારત તરફથી સૂર્ય કુમાર યાદવે આજે શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમારે માત્ર 44 બોલમાં 10 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે 83 રન ફટકાર્યા હતા. સૂર્યાએ તિલક વર્મા સાથે ત્રીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. તિલક વર્મા 37 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 20* રન બનાવ્યા હતા. 

બંને ઓપનરો ફેલ
ભારત તરફથી યશસ્વી જાયસવાલે આજે ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈશાન કિશનને બહાર કરી જાયસવાલને તક આપી હતી. પરંતુ યશસ્વી જાયસવાલ માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ માત્ર 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બ્રેન્ડન કિંગે 42 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ સિવાય કાઈલ મેયર્સે 25, જે ચાર્લ્સે 12, નિકોલસ પૂરને 20 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલમાં ત્રણ સિક્સ સાથે અણનમ 40 રન ફટકાર્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ, મુકેશ કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news