Weather Forecast: અમદાવાદમાં IPLની ફાઈનલમાં મેઘો વિધ્ન બનશે કે નહીં? જાણો હવામાન વિભાગની ભયંકર આગાહી
Ahmedabad Weather Forecast: રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 28 અને 29 મેના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
Trending Photos
Gujarat Weather Forecast: ઝી બ્યુરો/અમદાવાદ, અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ પણ ચિંતામાં છે. 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઈનલ રમાશે. લોકોએ આઈપીએલની ટિકિટ અગાઉથી લઈ લીધી છે. જે બાદ હવે ક્રિકેટપ્રેમીઓમાં ચિંતા છે કે 28 મે રોજ અમદાવાદમાં વરસાદ વિધ્ન બનશે કે નહીં? ગઇકાલે (શુક્રવાર) 26મી મેના રોજ પણ વરસાદની આગાહીમાં હવામાન વિભાગે સમી સાંજે 3 કલાક ભારે હોવાની વાત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં સાંજે વરસાદ પડ્યો હતો. જોકે, મેચ ચાલુ થાય તે પહેલા વરસાદ રોકાઇ ગયો હતો. પરંતુ હવે 28 મેના વરસાદ થશે કે નહીં?
રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાયનલ યોજાવાની છે. આ મેચની ટિકિટ માટે અહીં પડાપડી થઈ રહી છે. ગુજરાતમાં ફાયનલની ટિકિટ માટે બ્લેકમાં ભાવ છતાં લોકોને ટિકિટ મળી રહી નથી. આજે ગુજરાતની ટીમે મુંબઈને હરાવ્યા બાદ રવિવારે ચેન્નાઈ સામે ફાયનલ રમશે. ધોનીની આ છેલ્લી આઈપીએલ હોવાની ચર્ચાને કારણે ફાયનલમાં ધોનીને રમતો જોવા માટે લોકો પડાપડી રહ્યાં છે.
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 28 અને 29 મેના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. શુક્રવારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે.
28 મેએ અમદાવાદમાં નહિ પડે વરસાદ
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 27 થી 29 મે દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે. પરંતુ અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. તેથી આઈપીએલની મેચમાં વરસાદનું કોઈ વિધ્ન આડે નહિ આવે. જોકે, 28 મેના સાબરકાઠા, બનાસકાંઠા, ભરૂચ, આણંદ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે અને 29 મેના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, આણંદ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.
ગુજરાતના આ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાછું ખેંચાતા ગુજરાતમાં 28 મેથી કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બે દિવસમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ગુરુવારે તે વધીને 43.4 ડિગ્રી થયું હતું. બપોરના સમયે તીવ્ર સૂર્યપ્રકાશથી પરેશાન લોકો તેમના ઘર અને ઓફિસની અંદર જ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે