Wimbledon 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમિફાઇનલમાં એન્ટ્રી

સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઇનલમાં હમવતન એલિસન રિસ્કેને હરાવી હતી. સિમોના હાલેપે ચીનની શુઈ ઝાંગને પરાજય આપ્યો હતો. 

Wimbledon 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમિફાઇનલમાં એન્ટ્રી

લંડનઃ બે પૂર્વ નંબર-1 મહિલા ટેનિસ ખેલાડીઓ અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપે મંગળવારે વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિલિયમ્સને પોતાના દેશની એલિસન રિસ્કેનો પડકાર મળ્યો હતો. જ્યારે હાલેપે ચીનની શુઈ ઝાંગને થોડી મુશ્કેલી બાદ હરાવી દીધી હતી. 

સેરેના વિલિયમ્સે વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં દે કલાક 1 મિનિટ સુધી ચાલેલી મેચમાં રિસ્કેને 6-4, 4-6, 6-3થી પરાજય આપ્યો હતો. રિસ્કેએ સારી શરૂઆત કરી અને પ્રથમ સેટમાં શરૂઆતી લીડ મેળવી લીધી હતી. પરંતુ સેરેનાએ આ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં રિસ્કેએ વિજય મેળવ્યો અને મુકાબલો ત્રીજા સેટ સુધી પહોંચ્યો હતો, જ્યાં પૂર્વ વિજેતાએ જીત હાસિલ કરી હતી. 

સેમિફાઇનલમાં સેરેનાની સામે ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવા હશે, જેણે એક અન્ય ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનની યોહાના કોન્ટાને 7-6 (7-5)થી પરાજય આપ્યો હતો. બીજી તરફ ચીનની ઝાંગ, હાલેપને પ્રથમ સેટમાં સારી ટક્કર આપવામાં સફળ રહી પરંતુ બીજા સેટમાં રોમાનિયાઇ ખેલાડી ભારે પડી હતી. હાલેપે આ મેચ 7-6 (7-4), 6-1થી પોતાના નામે કરી હતી. 

એલિના સ્વિતોલિના બીજી સેમિફાઇનલમાં હાલેપની સામે હશે. સ્વિતોલિનાએ અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં ચેક ગણરાજ્યની કૌરોલિના મુચોવાને હરાવી હતી. સ્વિતોલિનાએ મુચોવાને 7-5, 6-4થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news