વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ અમિત પંઘાલે રચ્યો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતનાર બન્યો પ્રથમ ભારતીય પુરૂષ
હરિયાણાના 23 વર્ષના બોક્સર અમિત પંઘાલે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાસિલ કરીને ઈતિહાસ રચ્યો અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય પુરૂષ બની ગયો છે.
Trending Photos
એકાતેરિનબર્ગ (રૂસ): એશિયન ચેમ્પિયન ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલ ( amit panghal) (52 કિલો)મા શનિવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (world boxing championship)મા સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બની ગયો છે. પંઘાલને ફાઇનલ મુકાબલામાં ઉઝ્બેકિસ્તાનના શાખોબિદિન જોઇરોવે પરાજય આપ્યો હતો.
ફાઇનલમાં પંઘાલે ઓલિમ્પિક ચેમ્પિયન વિરુદ્ધ એકતરફા નિર્ણયથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પંઘાલ પહેલા ઓલિમ્પિકની ટિકિટ મેળવી ચુક્યો છે. આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બોક્સરને ઓલિમ્પિકની ટિકિટ મળવાની હતી.
પંઘાલે એક દિવસ પહેલા કઝાકિસ્તાનના સાકેન બિબોસિનોવને હરાવીને ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ઉઝ્બેકિસ્તાનના શાખોબિદિન જોઇરોવે ફ્રાન્સના બિલાલ બેનામાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 26 વર્ષીય જોઇરોવે 2016મા રિયો ઓલિમ્પિક ગેમ્સની 52 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય બોક્સરે પ્રથમ રાઉન્ડમાં ડિફેન્સિવ અંદાજમાં રમતો જોવા મળ્યો હતો. બીજા રાઉન્ડમાં તેણે તક બનાવવાનું શરૂ કર્યું અને થોડો આક્રમક બન્યો હતો. ત્રીજા રાઉન્ડમાં જોઇરોવે કેટલાક સારા પંચ લગાવ્યા હતા. જોઇરોવના પક્ષમાં અંતમાં નિર્ણય આવ્યો અને તે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે