World Wrestling Championship: ઓલિમ્પિક કોટા મેળવ્યાં બાદ બજરંગ અને રવિએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતના પહેલવાન બજરંગ પુનિયા (Bajrang Punia) અને રવિકુમારે એકવાર ફરીથી દેશનું નામ રોશન કર્યું છે.
Trending Photos
નૂર સુલ્તાન (કઝાકિસ્તાન): ભારતના પહેલવાન બજરંગ પુનિયા (Bajrang Punia) અને રવિકુમારે એકવાર ફરીથી દેશનું નામ રોશન કર્યું છે. શુક્રવારે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં બંને ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સેમીફાઈનલમાં હારથી નીરાશ થનારા ભારતના પહેલવાન બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો અને સાથે પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ઉતરેલા રવિ કુમારે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જ્યારે બે વાર ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર જો કે મેડલની સાથે ઓલિમ્પિક કોટા મેળવવાનું પણ ચૂકી ગયાં.
Our boys on the victory podium:
Bajrang Punia & Ravi Kumar won Bronze medal in World Wrestling Championships. #WrestleNurSultan pic.twitter.com/QStj0ALzfk
— India_AllSports (@India_AllSports) September 20, 2019
વિવાદ ભરેલી હતી બજરંગની સેમીફાઈનલ મેચ
બજરંગ અને રવિએ ગુરુવારે સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જો કે તેની કસર બ્રોન્ઝ જીતીને મોટાભાગે પૂરી તો કરી લીધી. એશિયાઈ ચેમ્પિયનમાં બજરંગે 65 કિગ્રાના વર્ગમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં મંગોલિયાના તુલ્ગા ઓચિરને 8-7થી હરાવ્યો અને બ્રોન્ઝ જીત્યો. સેમીફાઈનલમાં બજરંગ 9-9ના સ્કોર બાદ પણ હાર્યા હતાં અને ત્યારબાદ તેમણે એમ્પાયર પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. જેને લઈને બજરંગના ગુરુ અને ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા યોગેશ્વર દત્તે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
જુઓ LIVE TV
બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં શરૂઆતમાં બજરંગ પાછળ હતાં પરંતુ ત્યારબાદ બજરંગે જબરદસ્ત પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
રવિએ ઉત્તમ ધૈર્યનું કર્યું પ્રદર્શન
રવિએ ઈરાનના રેઝા અહેમદઅલી વિરુદ્ધની મેચમાં 6-3થી મેચ જીતી. રવિએ સંયમ સાથે રમતા મેચ પર પ્રભુત્વ મેળવ્યું હતું. મેચ બાદ રવિએ કહ્યું હતું કે કાલની મેચ બાદ થોડો ગભરાયેલો હતો. આ એક મુશ્કિલ મેચ હતી અને પહેલી બે મિનિટમાં હું સારું રમી શક્યો નહતો. બીજા રાઉન્ડમાં મને આત્મવિશ્વાસ હતો કે હું સારું કરીશ. મેં કર્યું પણ ખરું અને જીત મેળવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે