રિષભ પંતની પાસે યૂનિક ટેલેન્ટ, તેની સાથે છેડછાડ ન કરી શકોઃ પ્રવીણ આમરે

દિલ્હી કેપિટલ્સના સ્કાઉટિંગ પ્રમુખ પ્રવીણ આમરેને લાગે છે કે, આ ટીકા બેકાર છે, કારણ કે 'તમે આ પ્રકારના વિશેષ ખેલાડીની નૈસર્ગિક પ્રતિભાને નિયંત્રિત ન કરી શકો.'
 

રિષભ પંતની પાસે યૂનિક ટેલેન્ટ, તેની સાથે છેડછાડ ન કરી શકોઃ પ્રવીણ આમરે

નવી દિલ્હીઃ રિષભ પંતની ઘણીવાર તે વાતને લઈને આલોચના કરવામાં આવે છે કે તે પોતાની ટીમને ફિનિશિંગ લાઇન સુધી લઈ જતો નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સના સ્કાઉટિંગ પ્રમુખ પ્રવીણ આમરેને લાગે છે કે, આ ટીકા બેકાર છે, કારણ કે 'તમે આ પ્રકારના વિશેષ ખેલાડીની નૈસર્ગિક પ્રતિભાને નિયંત્રિત ન કરી શકો.'

આમરેએ પંત વિશે કહ્યું, 'મેં રિષભ પંતને ત્રણ વર્ષ પહેલા જોયો હતો (જ્યારે તે દિલ્હી સાથે જોડાયો હતો) અને હવે તેને જોઉ છું તો મને લાગે છે કે, તેમાં ઘણી સારી વસ્તુ થઈ છે.' તેમાં તે 'એક્સ ફેક્ટર' છે અને તે પોતાના દમ પર મેચોમાં જીત અપાવી શકે છે. 

પંત ટીમનો ટોપ સ્કોરર છે, તેણે 16 મેચોમાં 488 રન બનાવ્યા છે. એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ પંતે વિજયી ઈનિંગ રમી હતી, પરંતુ તે ફિનિશ કરવામાં અસફળ રહ્યો હતો. 

— bishwa mohan mishra (@mohanbishwa) May 11, 2019

આ પૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું, 'જો તમે તેની ફિનિશિંગ ક્ષમતા પર વાત કરો છો તો તે તેનાથી જાણીતો છે' (કે તેણે પોતાની ટીમ માટે મેચ જીતથી સમાપ્ત કરવાની જરૂર છે.) જ્યારે તમે મેચ વિજેતા હોવ તો તમારે જીત સુધી લઈ જવાનું હોય છે. તમે સુરક્ષિત ક્રિકેટ ન રમી શકો, તમારે જોખમ લેવાનું હોય છે. આ રીતે ખેલાડીઓની સાથે તમારે તેને યોગ્ય રીતે ઢાળવાનો હોય છે. તમે તેની નૈસર્ગિક પ્રતિભામાં છેડછાડ ન કરી શકો. 

પંતે કેપ્ટન શ્રેયસ અય્યર અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાની સાથે મળીને પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

દિલ્હીના આઈપીએલ 2019માં પ્રદર્શન વિશે આમરેએ કહ્યું, 'આ પરિણામ શાનદાર છે કારણ કે રિકી (પોન્ટિંગ) અને સૌરવ (ગાંગુલી)ની આગેવાની વાળી મેનેજમેન્ટે આ યુવા ટીમના માર્ગદર્શનમાં ઘણો પ્રયાસ કર્યો છે. અંતમાં અમે દિલ્હીના પ્રશંસકોને સકારાત્મક પરિણામ આપી શક્યા.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news