વિધાનસભા કૂચ News

અમિત ચાવડા ફાટેલા ઝભ્ભામાં જ વિધાનસભા પહોંચ્યા
ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ ગયુ છે. જો કે કોંગ્રેસે આ દરમિયાન સરકાર પર દબાણ સર્જવા માટે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું. કાર્યક્રમ સત્યાગ્રહ છાવણીથી શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરો, અને નેતાઓએ સત્યાગ્રહ છાવણીથી કૂચની શરૂઆત કરી હતી. સરકારે કોંગ્રેસના આ કાર્યક્રમને મંજૂરી આપી નહતી આથી તેમને કોઈ પણ ભોગે વિધાનસભા પહોંચતા અટકાવવા માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો.  જેવા કાર્યકરો વિધાનસભા ભવન પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. આ દરમિયાન અમિત ચાવડાનો ઝભ્ભો પણ ફાટી ગયો. અમિત ચાવડા એવી સ્થિતિમાં જ વિધાનસભા પહોંચ્યા હતાં. 
Dec 9,2019, 15:18 PM IST

Trending news