હર્ષદ રીબડીયા News

‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’
દિવસેને દિવસે વિસાવદર બગસરા ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. તો આજે વહેલી સવારે બગસરામાં એક ખેડૂતને દીપડા (Leopard Attack) એ ફાડી ખાડો છે. ત્યારે વિસાવદરના ખેડૂત પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે. હર્ષદ રીબડીયા (Harshad Ribadiya) એ વનવિભાગને 15 દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’ તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રીબડીયા મેદાને આવ્યા છે. ત્યારે તમામ સ્થાનિક ખેડૂતોએ તેઓને સાથ સહકાર આપ્યો હતો. 
Dec 7,2019, 15:25 PM IST

Trending news