Worlds tallest statue 0 News

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ
ગુજરાતમાં આવનારા ટુરિસ્ટ્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વનું આકર્ષણ બની ગયું છે. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉમેરો થયો છે, ત્યારથી ઠંડી હોય કે ગરમી, દરેક સીઝનમાં અહીં હવે પ્રવાસીઓની ભીડ ઉમટેલી જોવા મળે છે. 350 રૂપિયાનો ટિકીટ દર હોવા છતાં મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટે છે. હવે પ્રવાસીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોવા માટે હજી થોડા વધુ રૂપિયા ખર્ચવા લાગશે. જોકે, ગેરસમજ ન કરતા. સ્ટેચ્યુને નિહાળવાની ટિકીટમાં કોઈ જ વધારો થયો નથી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ટોલ પ્લાઝાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેથી ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર મુસાફરો પાસેથી ટોલ વસૂલવામાં આવશે. 
Apr 7,2019, 14:44 PM IST

Trending news