You read this report News

ઓસ્ટ્રેલિયાની આગ કરતા ગુજરાતનો આ અહેવાલ વાંચી તમારા દિલમાં લાગશે આગ
પંચમહાલ જિલ્લો તેની પ્રકૃતિ અને વનરાજી થી ઓળખાય છે.જંગલો થી આચ્છાદિત પંચમહાલ જિલ્લા માટે હવે દુઃખદ સમાચાર છે કે જિલ્લા માં ખુબ જ મોટા પાયે જંગલો ઓછા થઇ રહ્યા છે. આ ઘટસ્ફોટ થયો છે વર્ષ 2019 ના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ અંદાજિત 27 % જેટલો જંગલ વિસ્તાર 2017ની તુલનાએ ઓછો થયો છે. સમગ્ર ગુજરાત તેમજ ખાસ કરીને પંચમહાલમાં જંગલો ઓછા થઇ થઇ રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. પરંતુ સૌથી વધુ ગંભીર બાબત એ છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગીચ જંગલો સૌથી વધુ ઓછા થઇ રહ્યા છે. ઇસરો સેટેલાઇટ દ્વારા કરાયેલા સર્વે મુજબ દાહોદમાં 100 હેક્ટરમાં ગીચ જંગલ છે. જ્યારે પંચમહાલમાં ગીચ જંગલ હવે રહ્યા જ નથી.
Jan 11,2020, 18:05 PM IST

Trending news