વીરપુર News

લોહાણા સમાજની અનોખી ભક્તિ, જલારામ બાપાની જયંતીએ 225 કિલોનો મહાકાય લાડુ બનાવ્યો
Jalaram Jayanti 2024 રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના ભુજમાં જલારામ જયંતીની વિશેષ ઉજવણી કરાઈ હતી. જલારામ જયંતી પર 225 કિલોનો લાડુ બનાવાયો છે. બુંદીનો વિશાળ લાડુ પ્રસાદ તરીકે બનાવાયો. સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી હોવાથી લાડુનો પ્રસાદ ખાસ તૈયાર કરાયો છે. આ 225 કિલોના બુંદીના લાડુમાં 75 કિલો બેસન, 60 કિલો ઘી, 30 કિલો તેલ, 50 કિલો ખાંડ ,10 કિલો ડ્રાય ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ લાડુ 4 ફૂટ પહોળો અને 2.5 ફૂટ ઊંચો છે. સંત જલારામબાપાનો જન્મ 4, નવેમ્બર 1799 ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા અને આજે પણ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર ચાલે છે.   
Nov 8,2024, 9:14 AM IST
વ્યાસપીઠ પર બેસીને મોરારી બાપુએ કર્યાં અમિત શાહના વખાણ, બોલ્યા-તેઓ મને સરદ
સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે. આમ કહીને મોરારી બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા. 
Jan 26,2020, 17:08 PM IST

Trending news