મોદી સરકારના આ મંત્રી મેદાનમાં ઉતરતા જ રોડ હોય કે રેલ તમામ પ્રોજેક્ટ પકડે છે રફતાર, હવે અમદાવાદની 'સ્પીડ' પણ વધશે
Greenfield Corridor: દિલ્હી મુંબઇ ઔદ્યોગિક કોરિડોર વિકાસ નિગમ (DMICDC)ની રજૂઆતને ધ્યાનમાં રાખીને NHAI દ્વારા 04 માર્ગીય અમદાવાદ – ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે તૈયાર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેની કુલ લંબાઇ 109.019 કિમી છે. આ એક્સપ્રેસ-વે મુખ્યત્વે ધોલેરા ખાતે આવતા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની જરૂરિયાતોને પૂરી કરે છે.
ક્યારે પૂર્ણ થશે 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર?
અમદાવાદને આ પ્રોજેક્ટથી કઈ રીતે થશે લાભ?
આ હાઈ સ્પીડ મુસાફરી ઘટાડશે 1 કલાકનો સમય
Trending Photos
Ahmedabad-Dholera Expressway: અમદાવાદ શહેર અને ધોલેરા સિટીને જોડવા માટે માટે એક્સ્પ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને ધોલેરાને જોડવા અને ધોલેરાના કેટલાક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનને અમદાવાદ સાથે જોડવા માટે એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે કામ કરશે. આ એક્સપ્રેસ વે અમદાવાદ અને ધોલેરા વચ્ચે હાઇ સ્પીડ મુસાફરીને સક્ષમ બનાવશે અને મુસાફરીનો સમય લગભગ 1 કલાક (હાલમાં 2.25 કલાકથી) ઘટાડશે. ધોલેરા ખાતેના એરપોર્ટને પણ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આવો જાણીએ અમદાવાદ-ધોલેરા એક્ટસપ્રેસ-વેની સંપૂર્ણ વિગત.
પેકેજ લંબાઇ(કિ.મી.) કેટલું કામ થયું ક્યારે પૂરો થશે
પેકેજ-I 22 21.40% 31.03.2024
પેકેજ-II 26.52 11.70% 31.03.2024
પેકેજ-III 22.54 22.50% 31.03.2024
પેકેજ-IV 37.959 28.19% 31.03.2024
આ માર્ગ સરખેજને ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા નવાગામ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) નજીક સરદાર પટેલ રિંગ રોડને જોડે છે. આ એક્સપ્રેસ વે અમદાવાદ અને ધોલેરામાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે પણ મદદરૂપ સાબિત થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગઇકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર કુલ ₹4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
દિલ્હી મુંબઇ ઔદ્યોગિક કોરિડોર વિકાસ નિગમ (DMICDC)ની રજૂઆતને ધ્યાનમાં રાખીને NHAI દ્વારા 04 માર્ગીય અમદાવાદ – ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે તૈયાર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેની કુલ લંબાઇ 109.019 કિમી છે. આ એક્સપ્રેસ-વે મુખ્યત્વે ધોલેરા ખાતે આવતા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની જરૂરિયાતોને પૂરી કરે છે. આ પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના વિસલપુર ગામ નજીક આવેલા સરદાર પટેલ રિંગ રોડથી શરૂ થઇને ભાવનગર જિલ્લાના અધેલાઇ ગામ નજીક આવેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) પાસે પૂરો થાય છે. 109.019 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ-વે 04 પેકેજ હેઠળ લેવામાં આવ્યો છે અને તેની સંક્ષિપ્ત વિગતો નીચે આપ્યા મુજબ છે.
આ એક્સપ્રેસ-વે ધોલેરા ખાતે આવેલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માટે જીવાદોરી બની રહેશે અને દરિયાકાંઠાના ધોરીમાર્ગ સાથે સીધી કનેક્ટિવિટી વિકસાવશે. સૂચિત કોરિડોર ગુજરાત રાજ્યના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી પસાર થશે અને DSIR ને અમદાવાદ તેમજ ભાવનગરથી સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આમ, આ એક્સપ્રેસ-વે આ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસ બાબતે કોઇ જ કસર છોડશે નહીં.
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ (SPRR)થી ધોલેરા સુધી પહોંચવાનું હાલનું અંતર 100 કિમી છે અને મુસાફરીનો સમય 2 કલાક 15 મિનિટ જેટલો છે, જે એક્સપ્રેસવે તૈયાર થઇ ગયા પછી ઘટીને 83 કિમીનું અંતર થઇ જશે અને મુસાફરીનો સમય 45 મિનિટ થઇ જશે. તેવી જ રીતે, અમદાવાદના SPRRથી ભાવનગર સુધી પહોંચવાનું અંતર 169 કિલોમીટરથી ઘટીને 141 કિલોમીટર થઇ જશે અને મુસાફરીનો સમય 3 કલાક 15 મિનિટથી ઘટીને 1 કલાક 45 મિનિટ થઇ જશે.
4 માર્ગીય ઍક્સેસ-નિયંત્રિત અમદાવાદ – ધોલેરા એક્સપ્રેસ-વેને EPC મોડ હેઠળ રૂ. 4,110 કરોડના કુલ મૂડી ખર્ચે અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. તેમાં ટોલિંગની વ્યવસ્થા બંધ કરવામાં આવશે. આ ઉપરાંત, અંદરની બાજુએ ભવિષ્યમાં 28 માર્ગીય સુધીની પહોળાઇ કરવા માટે 26 મીટર જગ્યા ખાલી રાખવાનો પ્રસ્તાવ છે. મુસાફરી દરમિયાન આરામદાયકતામાં સુધારો કરવા અને સુરક્ષિત સફર સક્ષમ કરવા માટે એક્સપ્રેસ-વે પર બંને બાજુએ લગભગ 50 કિમીના અંતરાલમાં વિશ્વ કક્ષાની બે વે-સાઇડ સુવિધાઓ (રસ્તાની બાજુમાં ઉભી કરવામં આવેલી સુવિધા)નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે