2019 હોન્ડા Grazia ભારતમાં લોન્ચ, કિંમત 64,668 રૂપિયા
Trending Photos
હોન્ડા ઇન્ડિયાએ ભારતમાં પોતાના સ્કૂટર Grazia ના નવા વર્જનને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. હોન્ડા મોટરસાઇકલ્સ એન્ડ સ્કૂટર્સ (HMSI) એ પોતાના પોપ્યુલર સ્કૂટર Grazia ના 2019 વર્જનને ભારતીય બજારમાં ઉતાર્યું છે. અપડેટ્સ જોકે ટોપ વેરિએન્ટમાં જ આપવામાં આવ્યા છે. સ્કૂટર બેસ વેરિએન્ટમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.
Honda Grazia ડિસ્ક વેરિએન્ટમાં ઘણા કોસ્મેટિક અપડેટ્સ આપવામાં આવ્યા છે. તેમાં એક કલર 'પર્લ સાઇરન બ્લૂ'ને ઉમેરવામાં આવ્યો છે. ફેરફાર ટોપ-સ્કેલવાળા 'DX' વેરિએન્ટમાં કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં 300 રૂપિયાનો સામાન્ય વધારો પણ થયો છે. આ પ્રકારે 2019 Honda Grazia DX ની કિંમત હવે 64,668 (એક્સ શો રૂમ, દિલ્હી) રૂપિયા છે. બાકી નીચે આપેલા વેરિએન્ટ્સમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હોન્ડા ગ્રાજિયા ત્રણ વેરિએન્ટ-ડ્રમ, ડ્રમ એલોય અને ડિસ્કમાં ઉપલબ્ધ છે. ડ્રમ અને ડ્રમ એલોય વેરિએન્ટની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ પહેલાંની માફક 60,296 રૂપિયા અને 62,227 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. બંનેની કિંમત એક-શો રૂમ દિલ્હી છે. ટોપ-સ્પેક વેરિએન્ટમાં ફેરફાર તરીકે નવા ડિકલ્સ પણ આપવામાં આવ્યા છે. અહીં ફ્રંટ એપ્રનમાં 'DX' લેટર લખેલું છે. આ ફેરફાર ઉપરાંત હોન્ડા ગ્રાજિયામાં બીજા કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.
મિકેનિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્કૂટરમાં 124.9cc સિંગલ-સિલિંડર એર-કૂલ્ડ એન્જીન મળે છે. આ એન્જીન 8.5bhp નો પાવર અને 10.5Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. બ્રેકિંગ માટે 130mm ડ્રમ બ્રેક્સ મળે છે. સાથે જ અહીં ફ્રંટમાં 190mm ડિસ્ક પણ ઓપ્શન મળે છે. બ્રેક્સની સાથે જ હોન્ડાના કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ (CBS)નો સપોર્ટ પણ ઉપલબ્ધ છે.
આ સ્કૂટરમાં મળનાર ફિચર્સની વાત કરીએ તો અહીં LED હેડલેમ્પ, 18L અંડરસીટ સ્ટોરેજ, ઇકો-સ્પીડ ઇંડીકેટરની સાથે ફૂલ-ડિજિટલ ઇંસ્ટ્રૂમેંટ કલસ્ટર, ગ્લોવ બોક્સ અને USB ચાર્જિંગ સોકેટ ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં તેનો મુકાબલો TVS Ntorq 125, Suzuki Burgman Street, Suzuki Access 125 અને Aprilia SR 125 સાથે રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે