Hondaએ લોન્ચ કરી CB Shine 125 SP, નવી બાઇકમાં આ છે ખાસિયતો

સીબી શાઇન એસપી125 બાઇકની ડિલેવરી બે સપ્તાહમાં શરૂ થઈ જશે. 

Hondaએ લોન્ચ કરી CB Shine 125 SP, નવી બાઇકમાં આ છે ખાસિયતો

નવી દિલ્હીઃ હોન્ડા (Honda) મોટર સાઇકલે ભારતીય બજારમાં સીબી શાઇન એસપી125 બીએસ6 લોન્ચ કરી છે. મિડલ-વેટ મોટરસાઇકલ સેગમેન્ટની આ બાઇકને યુવાઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી ચે. આ બાઇકલની કિંમત 72900 રૂપિયા છે. ગ્રાહકો માટે એસપી135 બાઇક બે વેરિએન્ટ ડ્રમ અને ડિસ્કમાં ઉપલબ્ધ રહેશે. આ બાઇકની ડિલેવરી બે સપ્તાહ બાદ શરૂ થઈ જશે. નવી એસપી 125 બીએસવીઆઈ એક પૂર્ણ ડિજિટલ મીટરથી સજ્જ છે. 

આ મીટર ઇંધણની માત્રાની જાણકારી, ઈસીઓ ઇંડીકેટર, ગિયર પોઝિશન ઇન્ડીકેટર, સર્વિસ ડ્યૂ ઈન્ડીકેટર અને ટ્રિપ, વોચ, ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક લાઇટ જેવી અન્ય જાણકારી પ્રદર્શિત કરે છે. 

હોન્ડા સીબી સાઇન એસપી125 સીસીમાં નવું અપડેટેડ 124.73cc, એયર-કુલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન લાગેલું છે જે BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ છે. આ એન્જિન 10.88hpનો પાવર આપશે, જે હાલના મોડલથી થોડો વધુ છે. આ સિવાય તેમાં ફ્યૂલ ઇન્જેક્શનની સુવિધા છે. બાઇકમાં 5 સ્પીડ ગિયરબોક્સ હશે. કંપનીએ Sp125 માટે 19 નવી પેટન્ટ અરજી દાખલ કરી છે. 

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news