Christmas-New Year Offer: આ સ્માર્ટફોન પર 15 હજાર સુધીની છૂટ
Christmas New year offer Huawei Holiday Sale ન્યૂ યર અને ક્રિસમસ શરૂ થતાં પહેલા હુવાએએ એમેઝોન પર સેલ શરૂ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિસમસ અને ન્યૂ યરને ધ્યાનમાં રાખીને Huaweiએ પોતાના હોલીડે સેલનું આયોજન કર્યું છે. 21 ડિસેમ્બરથી શરૂ થયેલો આ સેલ 2 જાન્યુઆરી 2019 સુધી શરૂ રહેશે. આ સેલનું આયોજન એક્સક્લુઝિવ રીતે એમેઝોન ઈન્ડિયાની વેબસાઇટ પર કરવામાં આવ્યું છે.
આ 15 દિવસના સેલ દરમિયાન ગ્રાહકોને Huaweiની પ્રોડક્ટસ પર આકર્ષક ડિસ્કાઉન્ડ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહક Huaweiના સ્માર્ટફોન પર 15 હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ડનો ફાયદો ઉઠાવી શકે છે. તેમાં Huawei P20 Pro, P20 Lite, Nova 3 અને Nova 3iનું નામ સામેલ છે. આ સાથે કંપનીએ નો કોસ્ટ ઈએમઆઈ, એક્સચેન્જ ડીલ્સ અને કેશબેકની ઓફર પણ આપી રહી છે.
સેલ દરમિયાન HDFC ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ગ્રાહક તમામ ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર ક્રમશઃ 10 ટકા અને 5 ટકા સીધા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. મેક્સિમમ બેન્ક ડિસ્કાઉન્ડ 1500 રૂપિયા સુધી રહેશે.
સેલ દરમિયાન આપવામાં આવી રહેલા ઓફર્સની વાત કરીએ કો બ્લેક અને પર્પલ કલર ઓપ્શનમાં હાજર Huawei Nova 3iને ગ્રાહક એમઆરપી પર 7,009 રૂપિયાના ડિસ્કાઉન્ડ બાદ 16,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ગ્રાહકોને 3 મહિના સુધી નો-કોસ્ટ EMIનો પણ વિકલ્પ મળશે.
39,999 રૂપિયાની કિંમતવાળા Nova 3ને ગ્રાહક 10000 રૂપિયાની છૂટ બાદ 29,999 રૂપિયમાં ખરીદી શકાય છે. આ સાથે ગ્રાહકોને 3 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
બીજીતરફ Huawei P20 Liteની વાત કરીએ તો તેમાં મિડનાઇટ બ્લેક અને બ્લૂ એડિશન ગ્રાહક 8000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ બાદ 14,999 રૂપિયામાં ખરીદી શકે છે. અહીં પણ ગ્રાહકોને 3 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
Huawei P20 Proના બ્લૂ એડિશનને ગ્રાહક MRP પર 15000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાગ 54,999 રૂપિયામાં ખરીદી શકે છે. અહીં ગ્રાહકોને 6 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે