iPhone Battery Tricks: આ સેટિંગ કરી લેશો તો આઈફોન ચાર્જ કર્યા વિના ચાલશે આખો દિવસ

iPhone Battery Tricks: જો તમે આઈફોનની બેટરી આખો દિવસ ચલાવવા માંગતા હોય તો કેટલાક સેટિંગ્સ કરીને બેટરી બેકઅપને કલાકો સુધી વધારી શકો છો. આજે તમને કેટલાક એવા સેટિંગ વિશે જણાવીએ જેને કરી લેશો તો આઈફોનની બેટરી કલાકો સુધી ચાલે છે.

iPhone Battery Tricks: આ સેટિંગ કરી લેશો તો આઈફોન ચાર્જ કર્યા વિના ચાલશે આખો દિવસ

iPhone Battery Tricks: આઈફોન યુઝર્સ માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે કે બેટરીને આખો દિવસ ચલાવવી... આઈફોનનો સતત ઉપયોગ થતો હોવાથી બેટરી પણ ઝડપથી ખર્ચ થઈ જાય છે. જો તમે આઈફોનની બેટરી આખો દિવસ ચલાવવા માંગતા હોય તો કેટલાક સેટિંગ્સ કરીને બેટરી બેકઅપને કલાકો સુધી વધારી શકો છો. આજે તમને કેટલાક એવા સેટિંગ વિશે જણાવીએ જેને કરી લેશો તો આઈફોનની બેટરી કલાકો સુધી ચાલે છે.

એનિમેશન બંધ કરો

આઈફોનના એનિમેશન જોવામાં સુંદર હોય છે પરંતુ તે બેટરી ઝડપથી ઉતારે છે. તેથી એનિમેશનને બંધ કરીને તમે ફોનની બેટરી લાઇફ વધારી શકો છો. એનિમેશન બંધ કરવા માટે સેટિંગ એપ ખોલી તેમાં જનરલ પર ટેપ કરી એડવાન્સ પર ટેપ કરો ત્યાર પછી ફિઝિકલ મોશન પર ટેપ કરો. અને ફિઝિકલ મોશનની સ્વીચ બંધ કરો.

ડિસ્પ્લે લાઇટ કરો

ડિસ્પ્લે ની બ્રાઇટનેસ પણ આઈફોનની બેટરી વધારે યુઝ કરે છે. તમે ડિસ્પ્લે લાઇટ કરીને પણ બેટરી લાઇફ વધારી શકો છો. તેના માટે સેટિંગ એપ ખોલી તેમાં ડિસ્પ્લે પર જવું અને બ્રાઇટનેસ પર ટેપ કરો. ત્યાર પછી ડિસ્પ્લે બ્રાઇટનેસ ને જરૂર અનુસાર સેટ કરો. 

મેપ્સનું કરો સેટિંગ

મેપ એપ્લિકેશન સતત એક્ટિવ રહે તો તેનાથી તમારું લોકેશન પણ ટ્રેક થાય છે અને બેટરી પણ વધારે વપરાય છે. તમે મેપમાં લોકેશન સેવા બંધ કરીને બેટરી બચાવી શકો છો. તેના માટે કેટલાક ફીચરને મર્યાદિત કરી દો. તેના માટે સેટિંગ એપ્લિકેશન ખોલી તેમાં પ્રાઇવેસી પર ટેપ કરો. ત્યાર પછી લોકેશન સર્વિસ પર ટેપ કરી મેપ્સ પર ટેપ કરો. તેમાં વેન ઇન યુઝ ઓપ્શન પર ટેપ કરી દો.

બેગ્રાઉન્ડ એપ્લિકેશન અપડેટ બંધ કરો

આઈફોનમાં એવી પણ સુવિધા હોય છે કે જેમાં બેગ્રાઉન્ડમાં એપ અપડેટ થયા કરે. જો તમે તેમાં સેટિંગ કરો તો તમે મેન્યુઅલી એપ અપડેટ કરી શકો છો અને બેટરી પણ ઓછી ઉપયોગી થશે. તેના માટે બેગ્રાઉન્ડ એપ અપડેશન બંધ કરી દો. સેટિંગ એપ્લિકેશનમાં જઈને બેટરી પર ટેપ કરો. તેમાં બેગ્રાઉન્ડ એપ અપડેટ પર ટેપ કરો અને તેને ઓફ કરી દો.

બેટરી સેવર મોડ ચાલુ રાખો

બેટરી સેવર મોડ તમારા આઈફોનની બેટરી લાઈફને વધારી શકે છે. આ મોડ ઓન રાખવાથી બેટરીનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે. તેથી ફોનમાં બેટરી સેવર મોડ હંમેશા ચાલુ રાખવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news