500 રૂપિયામાં મળશે Jio Phone 2: જાણો શું છે ફિચર અને ક્યાંથી ખરીદશો ?
આ ફોનમાં વ્હોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબ સહિતનાં મોટા ભાગનાં એપ ચાલી શકશે ઉપરાંત ડ્યુલ કેમેરા પણ આપવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી વાર્ષિક જનરલ મીટિંગ દરમિયાન કંપનીએ Joi Phone 2 લોન્ચ કરી દીધો છે. આ Joi Phoneનું બીજુ વેરિયન્ટ છે. આ દરમિયાન કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ દાવો કર્યો કે દેશમાં જિયોફોનનાં 25 મિલિયન યુઝર્સ છે. Joi Phone 2માં નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બેટરી 2000 mAhની છે. આ ફોનની કિંમત 2,999 રૂપિયા છે અને તે 15 ઓગષ્ટથી મળશે. જો કે તેની ઇફેક્ટિવ પ્રાઇસ 501 રૂપિયા જ છે.
આ ફોન બ્લેકબેરી ફોનની જેમ ચાર નેવિગેશનની આપવામાં આવી છે. તેમાં બે સિમ કાર્ડ લગાવી શકો છો. આ ફોન Kai OS પર ચાલે છે અને મેમરી વેરિંટની વાત કરીએ તો તેમાં 521 MB રેમની સાથે 4 GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં માઇક્રો એસડી કાર્ડનો સપોર્ટ પણ આપવામાં આવ્યા છે જેનાં દ્વારા 128 GB સુધી મેમરી વધારવામાં આવી શકે છે. Kai OSએ હાલમાં જ ગૂગલની સાથે પાર્ટનરશિપ કરી છે અને તેનાં કારણે ગૂગલનાં એપ્સ આ ફોનમાં ચાલશે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે 2 મેગાપિક્સલની રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે તેમાં VGA કેમેરો પણ આપવામાં આવ્યો છે. રિયર કેમેરામાં એલઇડી ફ્લેશ પણ આપવામાં આવ્યું છે.
કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE અને VOWIFI સહિત એફએમ રેડિયો, વાઇફાઇ, જીપીએસ અને એનએફસી સપોર્ટ આપવામાં આવ્યો છે. તેના માટે કંપનીએ અપગ્રેડ ઓફર પણ મુકી છે જેના હેઠળ જુના જિયોફોનને 501 રૂપિયા આપીને નવો Jio Phone 2 લઇ શકે છે. જો કે 501 રૂપિયા ઇફેક્ટિવ પ્રાઇસ છે.
આ નવા જિયો ફોનમાં વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબ સહિત ગૂગલ એપ્સનું કામ કરશે. જો કે હવે જુના જિયો ફોનમાં પણ વોટ્સએપ યૂટ્યૂબ અને ફેસબુકનો સપોર્ટ મળશે. આ ઉપરાંત કંપની દ્વારા નવી ઓફર પણ અપાઇ છે કે, જે લોકો જુના ફોનનાં બદલે નવો ફોન ખરીદવા માંગતા હોય તેમને 500 રૂપિયા ઉપરાંત જુનો ફોન આપીને નવો ફોન ખરીદી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે