Maruti ની બાદશાહત યથાવત, ફેબ્રુઆરીમાં પણ ટપોટપ વેચાઇ કાર, ડિમાંડમાં રહી SUVs

Maruti Cars: સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (એસયૂવી) ની સ્ટ્રોંગ ડિમાન્ડથી વ્હીકલ્સના વેચાણમાં ફેબ્રુઆરીમાં ઉછાળો આવ્યો. વ્હીકલ બનાવનાર મેજર કંપનીઓ મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને ટાટા મોટર્સનું ફેબ્રુઆરીમાં વેચાણ વધ્યું છે. 
 

Maruti ની બાદશાહત યથાવત, ફેબ્રુઆરીમાં પણ ટપોટપ વેચાઇ કાર, ડિમાંડમાં રહી SUVs

Maruti Car Sales In February: સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (એસયૂવી) ની સ્ટ્રોંગ ડિમાન્ડથી વ્હીકલ્સના વેચાણમાં ફેબ્રુઆરીમાં ઉછાળો આવ્યો. વ્હીકલ બનાવનાર મેજર કંપનીઓ મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને ટાટા મોટર્સનું ફેબ્રુઆરીમાં વેચાણ વધ્યું છે. ફેબ્રુઆરી ઇંડસ્ટ્રી માટે વેચાણની દ્રષ્ટિએ અત્યાર સુધીનો ત્રીજો સૌથી સારો મહિનો સાબિત થયો છે. 

આ વર્ષે જાન્યુઆરીમાં સૌથી વધુ 3,94,500 પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ થયું હતું. ત્યારબાદ 3,91,811 યૂનિટ્સના જથ્થાબંધ વેચાણ સાથે  ઓક્ટોબર 2023 બીજા સ્થાને રહ્યો અને હવે સૌથી વધુ વેચાણની દ્રષ્ટિએ  ફેબ્રુઆરી 2024 ત્રીજા સ્થાને આવી ગયો છે. 

મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ ફેબ્રુઆરી મહિનામાં કુલ 1,97,471 યૂનિટ્સનું જથ્થાબંધ વેચાણ કર્યું, જે વાર્ષિક ધોરણે 15 ટકા વધુ છે. ફેબ્રુઆરીના વેચાણના આંકડા જાહેર કરતાં કંપનીએ જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તેણે 1,72,321 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

મારુતિના સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ફેબ્રુઆરી 2024માં 9 ટકા વધીને 1,60,271 યુનિટ થયું હતું. બ્રેઝા, અર્ટિગા અને ગ્રાન્ડ વિટારા જેવા યુટિલિટી વાહનોના સેગમેન્ટે ગયા મહિને 82 ટકાની મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. ફેબ્રુઆરીમાં મારુતિએ 61,234 યુટિલિટી વાહનોનું વેચાણ કર્યું હતું જ્યારે એક વર્ષ પહેલા આ સંખ્યા 33,550 હતી.

તમને જણાવી દઇએ કે મારૂતિ સુઝુકી દેશની સૌથી વધુ કારો વેચનાર કંપની છે. જે ફેબ્રુઆરી મહિનામાં સાબિત થયું. ફેબ્રુઆરી 2024 માં પણ તેને સૌથી વધુ કાર વેચી છે. 

ટાટા અને હ્યુન્ડાઇનું વેચાણ
ટાટા મોટર્સનું કુલ જથ્થાબંધ વેચાણ ફેબ્રુઆરીમાં 8 ટકા વધીને 86,406 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 79,705 યુનિટ હતું. તેનું કુલ સ્થાનિક વેચાણ ગયા વર્ષના સમાન મહિનામાં 78,006 એકમોની સરખામણીએ 84,834 યુનિટ થયું હતું, જે 9 ટકા વધુ છે. જોકે, તેણે કુલ 51,321 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું છે.

તો બીજી તરફ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનું કુલ વેચાણ ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 4.5 ટકા વધીને 60,501 યુનિટ થયું છે. ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ 57,851 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા મહિને વાહનોનું સ્થાનિક જથ્થાબંધ વેચાણ સાત ટકા વધીને 50,201 યુનિટ થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news