માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી કરી રહી છે એમજીની 3 કામ, તેમાં EV પણ સામેલ, જાણો વિગત

એમજી પોતાની પોપુલર એસયુવી ગ્લોસ્ટરના અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે અપકમિંગ ગ્લોસ્ટર ફેસલિફ્ટને કંપની આગામી વર્ષ એટલે કે 2025માં લોન્ચ કરી શકે છે. 

માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રીની તૈયારી કરી રહી છે એમજીની 3 કામ, તેમાં EV પણ સામેલ, જાણો વિગત

છેલ્લા કેટલાક વર્ષોથી, MG મોટર કાર ભારતીય ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં નવી MG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં, કંપની આગામી મહિનાઓમાં તેના ઘણા નવા મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ વેબસાઈટ gaadiwaadi માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કંપનીની આવનારી કારમાં ઈલેક્ટ્રિક મોડલ તેમજ ફુલ સાઈઝ SUVનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે કંપનીએ હાલમાં જ ભારતીય માર્કેટમાં MG Windsor EV લોન્ચ કર્યું છે જેને ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલો આગામી દિવસોમાં લોન્ચ થવા જઈ રહેલા MG 3 મોડલના સંભવિત ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.
   
MG Gloster Facelift
MG તેની લોકપ્રિય SUV Glosterનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે કંપની આગામી વર્ષે એટલે કે 2025માં આગામી MG ગ્લોસ્ટર ફેસલિફ્ટ લોન્ચ કરશે. તમને જણાવી દઈએ કે MG Gloster ભારતીય માર્કેટમાં Toyota Fortuner સાથે સ્પર્ધા કરે છે. ગ્રાહકો અપડેટેડ MG ગ્લોસ્ટરના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં મોટા ફેરફારો જોશે. જો કે, કારની પાવરટ્રેન જાળવી રાખવામાં આવશે જેમાં 2.0-લિટર ટર્બો ડીઝલ એન્જિન અને 2.0-લિટર ટ્વીન ટર્બો ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે.

MG Cyberster Electric Sportscar
એમજી મોટરે વર્ષ 2024ની શરૂઆતમાં પોતાની મોસ્ટ-અવેટેડ સાઇબરસ્ટર ઈવીને શોકેસ કરી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે અપકમિંગ સાઇબરસ્ટર ઈવીનું વેચાણ આગામી વર્ષ 2025માં શરૂ થશે. મહત્વનું છે કે આ ઈલેક્ટ્રિક કારમાં 64kWh બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવી શકે છે, જે સિંગલ ચાર્જ પર 520 કિમી અને 77kWh બેટરી પેકની સાથે 544 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરી શકે છે. 

MG Premium MPV
એમજી મોટર સાઇબરસ્ટર ઈવી સિવાય ભારતીય માર્કેટમાં વધુ એક નવી પ્રીમિય ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે આ એક પ્રીમિયમ એમપીવી હશે જે કંપનીના સિલેક્ટેડ ડીલરશિપ દ્વારા વેચવામાં આવશે. મહત્વનું છે કે ભારતીય માર્કેટમાં એમજીની નવી પ્રીમિયમ એમપીવીનો મુકાબલો કિયા કાર્નિવલ સામે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news