Amazon અને Flipkart પર વિશ્વાસ મૂકીને સામાન મંગાવતા પહેલાં વાંચી લો આ ખાસ સમાચાર
હાલમાં ઓનલાઇન વેચાણમાં સારો એવો વધારો થયો છે
Trending Photos
નવી દિલ્હી : ઓનલાઇન રિટેલ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ પર બેધડક નકલી કોસ્મેટિકનું વેચાણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ એટલી વણસી છે કે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ આ કંપનીઓને શો કોઝ નોટિસ આપી દીધી છે. મિંટના સમાચાર પ્રમાણે આ બંને કંપનીઓ નકલી અને ભેળસેળવાળા કોસ્મેટિક્સ પોતાની વેબસાઇટ પર વેચી રહી છે.
આ કોસ્મેટિકમાં સ્ટેમ સેલ આધારિત કોસ્મેટિક, સીરમ, ત્વચા ગોરી કરવા માટે હાયલુરોનિકએસિડ ફિલર ઇન્જેક્શન જેવા અવૈદ્ય ઉત્પાદનો વેચાઈ રહ્યા છે. આ કોસ્મેટિકમાં એવા તત્વ છે જે મનુષ્યના ઉપયોગ માટે નથી.
ડ્રગ રેગ્યુલેટર દ્વારા અમેઝોન અને ફ્લિપકાર્ટના સિનિયર અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે આ ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે. જો એવું નહીં થાય તો કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. આ સિવાય કંપનીઓને તેમની વેબસાઇટ પર કોસ્મેટિક વેચનારનો લાયસન્સ નંબર નાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે